Thursday, 19 September, 2024

Ram attribute his success to Vasistha

109 Views
Share :
Ram attribute his success to Vasistha

Ram attribute his success to Vasistha

109 Views

श्रीराम ने अपनी सफलता का यश गुरु वशिष्ठ को दिया
 
लंकापति कपीस नल नीला । जामवंत अंगद सुभसीला ॥
हनुमदादि सब बानर बीरा । धरे मनोहर मनुज सरीरा ॥१॥
 
भरत सनेह सील ब्रत नेमा । सादर सब बरनहिं अति प्रेमा ॥
देखि नगरबासिन्ह कै रीती । सकल सराहहि प्रभु पद प्रीती ॥२॥
 
पुनि रघुपति सब सखा बोलाए । मुनि पद लागहु सकल सिखाए ॥
गुर बसिष्ट कुलपूज्य हमारे । इन्ह की कृपाँ दनुज रन मारे ॥३॥
 
ए सब सखा सुनहु मुनि मेरे । भए समर सागर कहँ बेरे ॥
मम हित लागि जन्म इन्ह हारे । भरतहु ते मोहि अधिक पिआरे ॥४॥
 
सुनि प्रभु बचन मगन सब भए । निमिष निमिष उपजत सुख नए ॥५॥
 
(दोहा)
कौसल्या के चरनन्हि पुनि तिन्ह नायउ माथ ॥
आसिष दीन्हे हरषि तुम्ह प्रिय मम जिमि रघुनाथ ॥ ८(क) ॥ 
 
सुमन बृष्टि नभ संकुल भवन चले सुखकंद ।
चढ़ी अटारिन्ह देखहिं नगर नारि नर बृंद ॥ ८(ख) ॥
 
શ્રીરામ પોતાની સફળતાનો યશ ગુરૂકૃપાને આપે છે
 
લંકાપતિ કપીશ નલનીલ જાંબવાન અંગદ શુભશીલ,
હનુમંત સમા વાનરવીર ધરી મનોહર મનુજશરીર.
 
ભરતસ્નેહ શુભ ગુણવ્રત નેમ વખાણી રહ્યા સાદર પ્રેમ;
નગરજનોની નીરખી રીત અભિનંદી પ્રભુપદની પ્રીત.
 
બોલ્યા રઘુપતિ સખા સુણો, મુનિપદકમળ સપ્રેમ નમો;
ગુરુ વસિષ્ઠ કુળપૂજ્ય ખરે, કૃપા એમની મળી મને,
 
તેથી દનુજ સકળ માર્યા તમને સંકટથી તાર્યા.
મુનિવર, મિત્ર બધા મારા સમરસિંધુ નૌકા ન્યારા,
 
સમર્પિત બન્યા છે મુજ કાજ, ભરતથી અધિક પ્રિય છે આજ.
પ્રભુવચને સૌ મગ્ન થયા, પ્રગટયા પ્રતિપળ ભાવ નવા.
 
(દોહરો)
કૌશલ્યાપદમાં પછી સૌએ કર્યા પ્રણામ;
બોલી કૌશલ્યા બધા પ્રિય જેવા પ્રિય રામ.
 
સુમન છવાયા વ્યોમમાં, હર્મ્યે ચાલ્યા રામ;
અટારીથકી પેખતાં નરનારી કૃતકામ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *