श्रीराम अपने विराट रूप का दर्शन कराते है
मूदेउँ नयन त्रसित जब भयउँ । पुनि चितवत कोसलपुर गयऊँ ॥
मोहि बिलोकि राम मुसुकाहीं । बिहँसत तुरत गयउँ मुख माहीं ॥१॥
उदर माझ सुनु अंडज राया । देखेउँ बहु ब्रह्मांड निकाया ॥
अति बिचित्र तहँ लोक अनेका । रचना अधिक एक ते एका ॥२॥
कोटिन्ह चतुरानन गौरीसा । अगनित उडगन रबि रजनीसा ॥
अगनित लोकपाल जम काला । अगनित भूधर भूमि बिसाला ॥३॥
सागर सरि सर बिपिन अपारा । नाना भाँति सृष्टि बिस्तारा ॥
सुर मुनि सिद्ध नाग नर किंनर । चारि प्रकार जीव सचराचर ॥४॥
(दोहा)
जो नहिं देखा नहिं सुना जो मनहूँ न समाइ ।
सो सब अद्भुत देखेउँ बरनि कवनि बिधि जाइ ॥ ८०(क) ॥
एक एक ब्रह्मांड महुँ रहउँ बरष सत एक ।
एहि बिधि देखत फिरउँ मैं अंड कटाह अनेक ॥ ८०(ख) ॥
શંકાના સમાધાન માટે ભગવાન રામ વિરાટ રૂપ બતાવે છે
(દોહરો)
ભયભીત બની આંખ મેં બંને બંધ કરી,
અવધપુરીમાં ખોલતાં પહોંચ્યો આંખ ફરી.
મને વિલોકીને કર્યું રામે સુંદર હાસ,
બની ગયો હું એમના મુખમાં સત્વર ગ્રાસ.
*
રામઉદરમાં મેં ખગરાય, નીરખ્યા બહુ બ્રહ્માંડ નિકાય;
અતિવિચિત્ર મધુ લોક અનેક, રચના અધિક એકથી એક.
કરોડ ચતુરાનન ગૌરીશ, અગણિત ઉડુગણ રવિ રજનીશ,
અગણિત લોકપાલ યમ કાળ, અસંખ્ય ગિરિવર ભૂમિ વિશાળ.
સિંધુ સરિત સર વિપિન અપાર, બહુવિધ સૃષ્ટિતણો વિસ્તાર;
સુરમુનિ કિન્નર નર ને નાગ સિદ્ધ ચતુર્વિધ જીવ સ-રાગ.
(દોહરો)
જોયું ના ના સાંભળ્યું કલ્પ્યું પણ ના જે,
અદભુત ત્યાં જોયું બધું, કેમ વર્ણવું તે ?
એક એક બ્રહ્માંડમાં રહ્યો વર્ષ શત એક,
એ રીતે જોતાં ફર્યો હું બ્રહ્માંડ અનેક.