श्रीराम द्वारा रामेश्वर में शिवलिंग की स्थापना
सैल बिसाल आनि कपि देहीं । कंदुक इव नल नील ते लेहीं ॥
देखि सेतु अति सुंदर रचना । बिहसि कृपानिधि बोले बचना ॥१॥
परम रम्य उत्तम यह धरनी । महिमा अमित जाइ नहिं बरनी ॥
करिहउँ इहाँ संभु थापना । मोरे हृदयँ परम कलपना ॥२॥
सुनि कपीस बहु दूत पठाए । मुनिबर सकल बोलि लै आए ॥
लिंग थापि बिधिवत करि पूजा । सिव समान प्रिय मोहि न दूजा ॥३॥
सिव द्रोही मम भगत कहावा । सो नर सपनेहुँ मोहि न पावा ॥
संकर बिमुख भगति चह मोरी । सो नारकी मूढ़ मति थोरी ॥४॥
(दोहा)
संकर प्रिय मम द्रोही सिव द्रोही मम दास ।
ते नर करहि कलप भरि धोर नरक महुँ बास ॥ २ ॥
શ્રીરામ રામેશ્વરમાં શિવલિંગની સ્થાપના કરે છે
શૈલ વિશાળ વાનરે આણ્યા, નલનીલે કંદુકસમ જાણ્યા;
રચના સેતુતણી અતિસુંદર જોઈ બોલ્યા પ્રભુ અભયંકર.
ભૂમિ રમ્ય ઉત્તમ છે આ, વર્ણવાય મહિમાને ના;
સ્થાપું શિવને હવે અહીં, ભાવના પરમ હૃદય રહી.
દૂત જઈ સુગ્રીવતણા લાવ્યા મુનિવર શ્રેષ્ઠ ઘણા;
લિંગસ્થાપના તરત કરી પૂજા વિધિવત સર્વ ધરી.
શિવસમાન પ્રિય અન્ય નહીં રામે અનુભવવાત કહી;
શિવદ્રોહી મુજ ભક્ત મનાય સ્વપ્ને તો મુજને ન પમાય.
શંકરવિમુખ ભક્તિ મુજ ચહે મૂર્ખ અબુધ એ નરકે રહે.
(દોહરો)
શંકરપ્રિય મુજ દ્રોહી, શિવદ્રોહી મુજ દાસ,
તે બંને નર કલ્પ સુધી કરે નરકમાં વાસ.