Saturday, 16 November, 2024

Ram give valuables to monkeys

108 Views
Share :
Ram give valuables to monkeys

Ram give valuables to monkeys

108 Views

श्रीराम ने वानरों को वस्त्र और आभूषण दिये
 
सुनि प्रभु बचन मगन सब भए । को हम कहाँ बिसरि तन गए ॥
एकटक रहे जोरि कर आगे । सकहिं न कछु कहि अति अनुरागे ॥१॥
 
परम प्रेम तिन्ह कर प्रभु देखा । कहा बिबिध बिधि ग्यान बिसेषा ॥
प्रभु सन्मुख कछु कहन न पारहिं । पुनि पुनि चरन सरोज निहारहिं ॥२॥
 
तब प्रभु भूषन बसन मगाए । नाना रंग अनूप सुहाए ॥
सुग्रीवहि प्रथमहिं पहिराए । बसन भरत निज हाथ बनाए ॥३॥
 
प्रभु प्रेरित लछिमन पहिराए । लंकापति रघुपति मन भाए ॥
अंगद बैठ रहा नहिं डोला । प्रीति देखि प्रभु ताहि न बोला ॥४॥
 
(दोहा)
जामवंत नीलादि सब पहिराए रघुनाथ ।
हियँ धरि राम रूप सब चले नाइ पद माथ ॥ १७(क) ॥ 
 
तब अंगद उठि नाइ सिरु सजल नयन कर जोरि ।
अति बिनीत बोलेउ बचन मनहुँ प्रेम रस बोरि ॥ १७(ख) ॥
 
શ્રીરામ વાનરોને વસ્ત્ર અને આભૂષણોની ભેટ આપે છે
 
સુણી મગન પ્રભુવચન થયા, કોણ કહીં વિસરી તન ગયા;
ચિત્રાંકિતસમ જોડી હાથ ઊભા મૂક સહિત અનુરાગ.
 
પેખી પ્રભુએ પાવન પ્રેમ દીધું જ્ઞાન કરીને રે’મ,
પ્રભુ સમક્ષ કૈં કહી ન શક્યા પેખી ચરણસરોજ સાથ.
 
વિવિધ વર્ણનાં આભૂષણ મંગાવ્યાં અણમોલ વસન,
ભરતે સ્વયં કર્યાં તૈયાર સુગ્રીવને ધર્યાં તત્કાલ,
 
પહેરાવ્યાં અતિ પ્રેમથકી; પ્રેરણાથકી શ્રી પ્રભુની,
તરત લક્ષ્મણે વિભીષણને; ગમી રીત એ રઘુપતિને.
 
(દોહરો)
અંગદ તો બેસી રહ્યો, હાલ્યો ના ચાલ્યો,
બોલાવ્યો પ્રભુએ નહીં પ્રેમ પણ નિહાળ્યો.
 
જાંબવાન નીલાદિને પહેરાવ્યાં પ્રભુએ,
રામ ધરી હૈયે નમી ચાલ્યા એ સહુયે.
 
ત્યારે અંગદ વંદતાં જોડીને બે હાથ,
અશ્રુ સહિત બોલ્યો વચન નમ્ર પ્રેમ રસ સાથ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *