Saturday, 16 November, 2024

Ram glorify Shivalinga

141 Views
Share :
Ram glorify Shivalinga

Ram glorify Shivalinga

141 Views

शिवलिंग की महिमा
 
जे रामेस्वर दरसनु करिहहिं । ते तनु तजि मम लोक सिधरिहहिं ॥
जो गंगाजलु आनि चढ़ाइहि । सो साजुज्य मुक्ति नर पाइहि ॥१॥
 
होइ अकाम जो छल तजि सेइहि । भगति मोरि तेहि संकर देइहि ॥
मम कृत सेतु जो दरसनु करिही । सो बिनु श्रम भवसागर तरिही ॥२॥
 
राम बचन सब के जिय भाए । मुनिबर निज निज आश्रम आए ॥
गिरिजा रघुपति कै यह रीती । संतत करहिं प्रनत पर प्रीती ॥३॥
 
बाँधा सेतु नील नल नागर । राम कृपाँ जसु भयउ उजागर ॥
बूड़हिं आनहि बोरहिं जेई । भए उपल बोहित सम तेई ॥४॥
 
महिमा यह न जलधि कइ बरनी । पाहन गुन न कपिन्ह कइ करनी ॥५॥
 
(दोहा)
श्री रघुबीर प्रताप ते सिंधु तरे पाषान ।
ते मतिमंद जे राम तजि भजहिं जाइ प्रभु आन ॥ ३ ॥

શિવલિંગનો મહિમા
 
જે રામેશ્વરદર્શન કરે તેને મારો લોક મળે;
ચઢાવશે ગંગાજલ જે સાયુજ્ય લભે મુક્તિ તે.
 
છળ છોડી નિષ્કામ બની કરશે રામેશ્વર સેવન;
ભક્તિ પામશે મુજ સ્વરૂપની શિવની કૃપાથકી તે પણ.
 
દર્શન સેતુતણું કરશે અનાયાસ તે ભવ તરશે.
રઘુપતિની છે એવી રીત પ્રણત ઉપર પ્રીત કરે નીત.
 
નીલનલે શુચિ સેતુ કર્યો, કૃપાથકી યશ શ્રેષ્ઠ મળ્યો.
ડૂબે ઉપલ ડુબાડે જે બન્યા વહાણ બરાબર તે.
 
પથ્થર ગુણ કપિની કરણી શક્તિ જલધિની ના સઘળી,
મહિમા રઘુવરનો સઘળો, પંડિત સમજે ભેદ ખરો.
 
(દોહરો)          
જે રઘુવીર પ્રતાપથી સિંઘુ તર્યા પાષાણ,
ભજે અન્ય તેને તજી તે નર મૂર્ખ સમાન.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *