Sunday, 22 December, 2024

Ram-katha begin

133 Views
Share :
Ram-katha begin

Ram-katha begin

133 Views

रामकथा का प्रारंभ
 
मैं जिमि कथा सुनी भव मोचनि । सो प्रसंग सुनु सुमुखि सुलोचनि ॥
प्रथम दच्छ गृह तव अवतारा । सती नाम तब रहा तुम्हारा ॥१॥
 
दच्छ जग्य तब भा अपमाना । तुम्ह अति क्रोध तजे तब प्राना ॥
मम अनुचरन्ह कीन्ह मख भंगा । जानहु तुम्ह सो सकल प्रसंगा ॥२॥
 
तब अति सोच भयउ मन मोरें । दुखी भयउँ बियोग प्रिय तोरें ॥
सुंदर बन गिरि सरित तड़ागा । कौतुक देखत फिरउँ बेरागा ॥३॥
 
गिरि सुमेर उत्तर दिसि दूरी । नील सैल एक सुन्दर भूरी ॥
तासु कनकमय सिखर सुहाए । चारि चारु मोरे मन भाए ॥४॥
 
तिन्ह पर एक एक बिटप बिसाला । बट पीपर पाकरी रसाला ॥
सैलोपरि सर सुंदर सोहा । मनि सोपान देखि मन मोहा ॥५॥
 
(दोहा)
सीतल अमल मधुर जल जलज बिपुल बहुरंग ।
कूजत कल रव हंस गन गुंजत मजुंल भृंग ॥ ५६ ॥
 
કથાનો પ્રારંભ
 
(દોહરો)
કથા મેં સુણી કેમ તે ઈતિહાસ કહું હું,
નામ પ્રથમ અવતારનું સતી થયું મધુરું.
*
દક્ષયજ્ઞે છતાં અપમાન તમે ક્રોધે તજી દીધો પ્રાણ,
કર્યો સેવકે યજ્ઞનો ભંગ, જાણો સઘળો પ્રસિદ્ધ પ્રસંગ.
 
મારા મનમાં થયો શોક ભારે, થયો વ્યથિત વિયોગથી ત્યારે;
જોતાં વનગિરિ સરિત તડાગ ફરતો વનમાં હું પામી વૈરાગ્ય.
 
નીલ શૈલ સુંદર અતિ એક ગિરિ સુમેરુની ઊતરે છેક,
ચારુ સ્વર્ણશિખર તેનાં ચાર, થયો જોતાં આનંદ અપાર.
 
વટ પિપ્પલ પીપર આમ્ર વૃક્ષ પ્રત્યેક શિખરે વિશાળ,
સોહે સુંદર સર એક એમાં દિવ્ય મણિમય સોપાનો જેનાં.
 
(દોહરો)
શીતળ અમલ મધુર જલ, જલજ વિપુલ બહુરંગ,
કૂજે કલરવ હંસગણ, ગૂંજે  મંજુલ ભૃંગ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *