रामकथा से गरुडजी का संशय मिटा
निसिचर निकर मरन बिधि नाना । रघुपति रावन समर बखाना ॥
रावन बध मंदोदरि सोका । राज बिभीषण देव असोका ॥१॥
सीता रघुपति मिलन बहोरी । सुरन्ह कीन्ह अस्तुति कर जोरी ॥
पुनि पुष्पक चढ़ि कपिन्ह समेता । अवध चले प्रभु कृपा निकेता ॥२॥
जेहि बिधि राम नगर निज आए । बायस बिसद चरित सब गाए ॥
कहेसि बहोरि राम अभिषैका । पुर बरनत नृपनीति अनेका ॥३॥
कथा समस्त भुसुंड बखानी । जो मैं तुम्ह सन कही भवानी ॥
सुनि सब राम कथा खगनाहा । कहत बचन मन परम उछाहा ॥४॥
(सोरठा)
गयउ मोर संदेह सुनेउँ सकल रघुपति चरित ।
भयउ राम पद नेह तव प्रसाद बायस तिलक ॥ ६८(क) ॥
मोहि भयउ अति मोह प्रभु बंधन रन महुँ निरखि ।
चिदानंद संदोह राम बिकल कारन कवन ॥ ६८(ख) ॥
રામકથાથી ગરુડજીની શંકા દુર થાય છે
(દોહરો)
નિશિચરનિકર મરણ તથા રઘુપતિ રાવણ જંગ,
રાવણવધ સ્ત્રીશોક ને સુરનો હર્ષ અનંત.
મિલન રામસીતાતણું, રાજ્ય વિભીષણને,
દેવોની સ્તુતિ વર્ણવી થયેલ મધુરમને.
કપિસમેત પુષ્પકમહીં કૃપાધામ શ્રીરામ,
ચાલ્યા અવધદિશામહીં કરવાને કૃતકામ.
નગર પધાર્યા રામ તે ચરિત પવિત્ર કહ્યું,
રાજ્યાભિષેક રામનો વદતાં હૈયું દ્રવ્યું.
સુણી કહ્યું ગરુડે મટી શંકા સર્વ હવે,
પ્રેમ રામપદનો મળ્યો અનુગ્રહથકી મને.
પ્રભુબંધન દેખી મને અતિશય વ્યાપ્યો મોહ,
વ્યાકુળ કેમ બની ગયા ચિદાનંદ સંદોહ.