Wednesday, 25 December, 2024

Ram-Laxman mesmerise people of Mithila

122 Views
Share :
Ram-Laxman mesmerise people of Mithila

Ram-Laxman mesmerise people of Mithila

122 Views

राम-लक्ष्मण को देखकर मिथिलावासी मुग्ध
 
(चौपाई)
देखन नगरु भूपसुत आए । समाचार पुरबासिन्ह पाए ॥
धाए धाम काम सब त्यागी । मनहु रंक निधि लूटन लागी ॥१॥

निरखि सहज सुंदर दोउ भाई । होहिं सुखी लोचन फल पाई ॥
जुबतीं भवन झरोखन्हि लागीं । निरखहिं राम रूप अनुरागीं ॥२॥

कहहिं परसपर बचन सप्रीती । सखि इन्ह कोटि काम छबि जीती ॥
सुर नर असुर नाग मुनि माहीं । सोभा असि कहुँ सुनिअति नाहीं ॥३॥

बिष्नु चारि भुज बिघि मुख चारी । बिकट बेष मुख पंच पुरारी ॥
अपर देउ अस कोउ न आही । यह छबि सखि पटतरिअ जाही ॥४॥

(दोहा)
बय किसोर सुषमा सदन स्याम गौर सुख घाम ।
अंग अंग पर वारिअहिं कोटि कोटि सत काम ॥ २२० ॥
 
રામ-લક્ષ્મણને જોઇને મિથિલાવાસીઓ ઘેલા બને છે
 
(દોહરો)         
જાણ્યું નગરજને ઉભય આવ્યા રાજકુમાર
નિહાળવા મિથિલાપુરી સુંદરતા અવતાર.
 
ગૃહકાર્યોને ત્યાગતાં દોડ્યાં સૌ ત્યારે
દોડે જન્મદરિદ્ર જ્યમ સુવર્ણનિધિ માટે.
*
સુંદર સુમધુર ભાળી ભ્રાત લોચનફળ પામ્યાં સાક્ષાત,
યુવતી ભવનઝરૂખે આવી રામરૂપ જોતી અનુરાગી.
 
વદે પરસ્પર વચન સપ્રેમ કોટિ કામની કાંતિ જ જેમ
પ્રગટ થઇ આ બની યુવાન, મુગ્ધ બને છે જોતાં પ્રાણ.
 
સુરનર અસુર નાગમુનિ કયાંય સૌન્દર્યની ન આવી છાંય,
સાંભળવામાં આવું રૂપ આવ્યું ક્યાંયે નથી અનૂપ.
 
વિષ્ણુ ચતુર્ભુજ શિવનો વેશ અમંગલ જણાયે હંમેશ,
બ્રહ્માનાં મુખ ચાર કહ્યાં, અન્ય દેવ કોઇ ન મહા
સમતા જેની સાથ કરાય, સુંદરતા આ અધિક મનાય.
 
(દોહરો)         
કિશોરવય સૌન્દર્યમય શ્યામ-ગૌર સુખધામ,
વારી રૂપ ઉપર ભલે જાય કોટિ શત કામ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *