राम-लक्ष्मण मिथिला की सैर पर
(चौपाई)
मुनि पद कमल बंदि दोउ भ्राता । चले लोक लोचन सुख दाता ॥
बालक बृंदि देखि अति सोभा । लगे संग लोचन मनु लोभा ॥१॥
पीत बसन परिकर कटि भाथा । चारु चाप सर सोहत हाथा ॥
तन अनुहरत सुचंदन खोरी । स्यामल गौर मनोहर जोरी ॥२॥
केहरि कंधर बाहु बिसाला । उर अति रुचिर नागमनि माला ॥
सुभग सोन सरसीरुह लोचन । बदन मयंक तापत्रय मोचन ॥३॥
कानन्हि कनक फूल छबि देहीं । चितवत चितहि चोरि जनु लेहीं ॥
चितवनि चारु भृकुटि बर बाँकी । तिलक रेखा सोभा जनु चाँकी ॥४॥
(दोहा)
रुचिर चौतनीं सुभग सिर मेचक कुंचित केस ।
नख सिख सुंदर बंधु दोउ सोभा सकल सुदेस ॥ २१९ ॥
રામ-લક્ષ્મણ મિથિલાનગરીની મુલાકાતે
મુનિના પદમાં કરી પ્રણામ, ચાલ્યા અભય ભ્રાત રસધામ.
લોચનને શુચિ સુખ દેતા, મનને લુબ્ધ કરી લેતા;
બાલવૃંદ સુરતા ખોઇ ચાલ્યાં સુંદરતા જોઇ.
પીતવસ્ત્ર કટિ પર ભાથુ કરમાં ધનુષબાણ ચારુ,
ચંદનલેપન સ્નિગ્ધ શરીર, શ્યામ ગૌર જોડી રણધીર.
સિંહસમી ગ્રીવા અતિપુષ્ટ, બાહુ વિશાળ લોચનો તુષ્ટ
રક્તકમળશાં રસભરપૂર, મુખ પર શશાંક સરખું નૂર.
વદન વિલોકી શાંતિ મળે, અભિનવ રસની ધાર ઢળે,
છાતી પર ગજમુક્તામાળ વચનો સુમધુર શાંત રસાળ.
શ્રવણે સુવર્ણકેરાં ફૂલ ચિત્ત બને દેખી મશગૂલ.
ચારુ ભ્રુકુટિ દ્રષ્ટિ ન્યારી મંગલ મનહર ને પ્યારી.
તિલક-રેખ કેરું દર્શન જગવે સત્વર આકર્ષણ
મહોર શોભા પર મારી એવી એ દીસે ન્યારી.
(દોહરો)
ટોપી સુંદર શોભતી શિર પર કુંચિત કેશ,
સર્વાંગ ઉભય સુંદર, કુરૂપતા ના લેશ.