Monday, 23 December, 2024

Ram-naam to win over maya

137 Views
Share :
Ram-naam to win over maya

Ram-naam to win over maya

137 Views

रामनाम कलियुग में माया से बचने का उपाय
 
कृतजुग सब जोगी बिग्यानी । करि हरि ध्यान तरहिं भव प्रानी ॥
त्रेताँ बिबिध जग्य नर करहीं । प्रभुहि समर्पि कर्म भव तरहीं ॥१॥
 
द्वापर करि रघुपति पद पूजा । नर भव तरहिं उपाय न दूजा ॥
कलिजुग केवल हरि गुन गाहा । गावत नर पावहिं भव थाहा ॥२॥
 
कलिजुग जोग न जग्य न ग्याना । एक अधार राम गुन गाना ॥
सब भरोस तजि जो भज रामहि । प्रेम समेत गाव गुन ग्रामहि ॥३॥
 
सोइ भव तर कछु संसय नाहीं । नाम प्रताप प्रगट कलि माहीं ॥
कलि कर एक पुनीत प्रतापा । मानस पुन्य होहिं नहिं पापा ॥४॥
 
(दोहा)
कलिजुग सम जुग आन नहिं जौं नर कर बिस्वास ।
गाइ राम गुन गन बिमलँ भव तर बिनहिं प्रयास ॥ १०३(क) ॥ 
 
प्रगट चारि पद धर्म के कलिल महुँ एक प्रधान ।
जेन केन बिधि दीन्हें दान करइ कल्यान ॥ १०३(ख) ॥
 
કલિયુગમાં માયાને તરવાનો ઉપાય – રામનામ
 
સતયુગમાં સૌ યોગી જ્ઞાની કરી ધ્યાન ભવ તરતાં પ્રાણી;
ત્રેતામાં યજ્ઞ વિવિધ કરે, કર્મ સમર્પી ભવને તરે.
 
દ્વાપર રઘુપતિપુજન કરી માનવ ભવને જાય તરી;
કલિમાં કેવળ હરિગુણગાન કરી કૃતાર્થ કરી દે પ્રાણ.
 
કલિમાં યોગયજ્ઞ ના જ્ઞાન, આશ્રય એક રામગુણગાન;
સ્મરે રામ સૌ આશ્રય તજી ગાય રામગુણ ભાવે ભજી.
 
નિસ્સંશય તે ભવને તરે, નામ જ સાધન કલિમાં ખરે;
કલિનો એક પવિત્ર પ્રતાપ માનસપુણ્ય મનાય ન પાપ.
 
(દોહરો)
કલિયુગ સમ યુગ અન્ય ના કરાયે જો વિશ્વાસ,
રામગુણો ગાઈ વિમળ તરાય વિના પ્રયાસ.
 
પ્રગટ ચાર પદ ધર્મના, કલિમાં એક પ્રધાન,
દાન કરેલું સર્વવિધ સદા કરે કલ્યાણ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *