Monday, 16 September, 2024

Ram reach Chitrakoot

101 Views
Share :
Ram reach Chitrakoot

Ram reach Chitrakoot

101 Views

श्रीराम चित्रकूट पहूँचे
 
रघुबर कहेउ लखन भल घाटू । करहु कतहुँ अब ठाहर ठाटू ॥
लखन दीख पय उतर करारा । चहुँ दिसि फिरेउ धनुष जिमि नारा ॥१॥
 
नदी पनच सर सम दम दाना । सकल कलुष कलि साउज नाना ॥
चित्रकूट जनु अचल अहेरी । चुकइ न घात मार मुठभेरी ॥२॥
 
अस कहि लखन ठाउँ देखरावा । थलु बिलोकि रघुबर सुखु पावा ॥
रमेउ राम मनु देवन्ह जाना । चले सहित सुर थपति प्रधाना ॥३॥
 
कोल किरात बेष सब आए । रचे परन तृन सदन सुहाए ॥
बरनि न जाहि मंजु दुइ साला । एक ललित लघु एक बिसाला ॥४॥
 
(दोहा)  
लखन जानकी सहित प्रभु राजत रुचिर निकेत ।
सोह मदनु मुनि बेष जनु रति रितुराज समेत ॥ १३३ ॥
 
॥ मासपारायण  सत्रहँवा विश्राम ॥
 
શ્રીરામ ચિત્રકૂટ પધારે છે
 
(દોહરો)
કહ્યું રઘુવરે ઘાટ છે ઉત્તમ લક્ષ્મણ આ,
કયાંક કરો અનુકૂળતા રહેવા માટે ત્યાં.
 
પયસ્વિની સરિતાતણો ઉત્તરતટ સુવિશાળ
પસંદ લક્ષ્મણને પડી ત્યાં ધનુષ્યશી ધાર.
 
સરિતા ધનુની પણછ ને શર શમદમ ને દાન
કવિના કિલ્મિષને સકળ હિંસક પશુઓ માન.
 
ચિત્રકૂટ શોભી રહ્યો અચળ શિકારીશો,
એના ઘોર પ્રહારથી શકે ન ઊગરી કો.
 
સુખ પામ્યા રઘુનાથ એ દેખી સુંદર સ્થાન;
દેવોનો પુલકિત બન્યો શીઘ્ર જાણતાં પ્રાણ.
 
ચાલ્યા સુર સાથે લઇ ઉત્તમ સ્થપતિ પ્રધાન
કિરાત તેમજ કોલનો ધારી વેશ મહાન.
 
પર્ણ તથા તૃણનાં પછી સુંદર સદન કર્યાં,
બે સદનો રસમય રચી સૌનાં ચિત્ત હર્યા.
 
લક્ષ્મણ સીતા સહિત પ્રભુ સોહે રુચિર નિકેત
મુનિવેશે જાણે મદન રતિ ઋતુરાજ સમેત.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *