Sunday, 22 December, 2024

Ram reach Pampa lake

131 Views
Share :
Ram reach Pampa lake

Ram reach Pampa lake

131 Views

श्रीराम पंपा सरोवर पहूँचे
 
गुनातीत सचराचर स्वामी । राम उमा सब अंतरजामी ॥
कामिन्ह कै दीनता देखाई । धीरन्ह कें मन बिरति दृढ़ाई ॥१॥
 
क्रोध मनोज लोभ मद माया । छूटहिं सकल राम कीं दाया ॥
सो नर इंद्रजाल नहिं भूला । जा पर होइ सो नट अनुकूला ॥२॥
 
उमा कहउँ मैं अनुभव अपना । सत हरि भजनु जगत सब सपना ॥
पुनि प्रभु गए सरोबर तीरा । पंपा नाम सुभग गंभीरा ॥३॥
 
संत हृदय जस निर्मल बारी । बाँधे घाट मनोहर चारी ॥
जहँ तहँ पिअहिं बिबिध मृग नीरा । जनु उदार गृह जाचक भीरा ॥४॥
 
(दोहा)  
पुरइनि सबन ओट जल बेगि न पाइअ मर्म ।
मायाछन्न न देखिऐ जैसे निर्गुन ब्रह्म ॥ ३९(क) ॥
 
सुखि मीन सब एकरस अति अगाध जल माहिं ।
था धर्मसीलन्ह के दिन सुख संजुत जाहिं ॥ ३९(ख) ॥
 
શ્રીરામ પંપા સરોવર પહોંચ્યા
 
ગુણાતીત ત્રિભુવનના નાથ અંતર્યામી પરમ અગાધ,
રામે વદી વચન એવાં પ્રાકૃત બદ્ધ પુરૂષ જેવાં
 
કામીજનનું દૈન્ય કહ્યું, ધીરજનોમાં જ્ઞાન ભર્યું
વૈરાગ્ય કર્યો દ્રઢ મનમાં, અજ્ઞાન તિમિર સર્વ હર્યું.
 
કામ ક્રોધ માયા મદ લોભ રામકૃપાથી કરે ન ક્ષોભ;
પ્રસન્ન નટ જેના પર થાય ઇન્દ્રજાળથી તે ન ઠગાય.
 
જાણો જગ આ સકળ સ્વપન, સત્ય પરમ શ્રી હરિનું ભજન;
એમ કહી પંપા સર પાસ રામ પહોંચ્યા પછી સહાસ.
 
સંતહૃદયશું નિર્મળ નીર, ઘાટ મનોહર સુભગ સમીર;
પીતાં જળ પશુ વિવિધ બધે, યાચક દાતાસદન વધે.
 
(દોહરો) 
નિર્ગુણ બ્રહ્મ માયાથકી ઢંકાયા ન જણાય,
તેમ પોયણાં મધ્યમાં જળને ના નિરખાય.
 
ધર્મપરાયણ લે જનો સદાય સુખના શ્વાસ,
અગાધ જળમાં મીન સૌ એમ જ કરતાં વાસ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *