Sunday, 22 December, 2024

Ram reach Shabari’s place

136 Views
Share :
Ram reach Shabari’s place

Ram reach Shabari’s place

136 Views

श्रीराम शबरी के आश्रम पहूँचे
 
सापत ताड़त परुष कहंता । बिप्र पूज्य अस गावहिं संता ॥
पूजिअ बिप्र सील गुन हीना । सूद्र न गुन गन ग्यान प्रबीना ॥१॥
 
कहि निज धर्म ताहि समुझावा । निज पद प्रीति देखि मन भावा ॥
रघुपति चरन कमल सिरु नाई । गयउ गगन आपनि गति पाई ॥२॥
 
ताहि देइ गति राम उदारा । सबरी कें आश्रम पगु धारा ॥
सबरी देखि राम गृहँ आए । मुनि के बचन समुझि जियँ भाए ॥३॥
 
सरसिज लोचन बाहु बिसाला । जटा मुकुट सिर उर बनमाला ॥
स्याम गौर सुंदर दोउ भाई । सबरी परी चरन लपटाई ॥४॥
 
प्रेम मगन मुख बचन न आवा । पुनि पुनि पद सरोज सिर नावा ॥
सादर जल लै चरन पखारे । पुनि सुंदर आसन बैठारे ॥५॥
 
(दोहा)  
कंद मूल फल सुरस अति दिए राम कहुँ आनि ।
प्रेम सहित प्रभु खाए बारंबार बखानि ॥ ३४ ॥

શ્રીરામ શબરીના આશ્રમમાં આવે છે
 
(દોહરો) 
સમજાવ્યો એને પછી સ્વધર્મકેરો સાર
પદપંકજમાં પેખતાં પ્રીત અખંડ અપાર.
 
રામપદે શિર રાખતાં ધારી દિવ્ય સ્વરૂપ
ગયો ગગન ગંધર્વ એ પામી શાંતિ અનૂપ.
*
આપી સદગતિ રામ ઉદાર આવ્યા શબરી આશ્રમે રસાળ;
દેખી શબરીગૃહમાં રામ આવ્યાં મુનિના વચનો સ્મરી મનભાવ્યાં.
થયો ઉત્સવ અંતરે ન્યારો, પ્રાણે પ્રગટી પ્રસન્નતાધારો.
 
નેત્ર પદ્મશાં બાહુ વિશાળ, જટામુકુટ ઉરે વનમાળ,
શ્યામગૌર સુંદર બંને ભાઇ, શબરી ચરણે પડી લપટાઇ.
 
પ્રેમમગ્ન શકી નવ બોલી, નમી ચરણે રહી હૈયુ ખોલી;
સ્નેહે સાદર ચરણ પખાળ્યાં, અર્પ્યાં આસન શુદ્ધ રૂપાળાં.
 
(દોહરો)  
કંદમૂળફળ સ્વાદુ અતિ રઘુવરને દીધાં,
પ્રભુએ ખાધાં પ્રેમથી, વખાણ બહુ કીધાં.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *