सीता की स्मृति में डूबे राम
(चौपाई)
घटइ बढ़इ बिरहनि दुखदाई । ग्रसइ राहु निज संधिहिं पाई ॥
कोक सिकप्रद पंकज द्रोही । अवगुन बहुत चंद्रमा तोही ॥१॥
बैदेही मुख पटतर दीन्हे । होइ दोष बड़ अनुचित कीन्हे ॥
सिय मुख छबि बिधु ब्याज बखानी । गुरु पहिं चले निसा बड़ि जानी ॥२॥
करि मुनि चरन सरोज प्रनामा । आयसु पाइ कीन्ह बिश्रामा ॥
बिगत निसा रघुनायक जागे । बंधु बिलोकि कहन अस लागे ॥३॥
उदउ अरुन अवलोकहु ताता । पंकज कोक लोक सुखदाता ॥
बोले लखनु जोरि जुग पानी । प्रभु प्रभाउ सूचक मृदु बानी ॥४॥
(दोहा)
अरुनोदयँ सकुचे कुमुद उडगन जोति मलीन ।
जिमि तुम्हार आगमन सुनि भए नृपति बलहीन ॥ २३८ ॥
રામ સીતાની સ્મૃતિઓમાં ખોવાય છે
વધે ઘટે વિરહીને બાળે, દુઃખ અંતરને દે અકાળે,
રાહુ એને ગ્રસે ગ્રસે એમ પ્રેમી પ્રાણને અજ્ઞની જેમ.
ચક્રવાકને શોક કરાવે, કમળોને દ્રોહથી ડરાવે,
ઘણા અવગુણ એનામાં એમ, જેમ સુગંધ વિનાનું હેમ,
પરિપૂર્ણ કહેવાય કેમ ?
વૈદેહીના વદનની ઉપમા આપું ચંદ્ર તને કવિતામાં,
અનુચિત કર્યાનો તો દોષ દીસે મુજને, કરીશ ન રોષ.
સીતાવદનની વર્ણવી કાંતિ આવી ગુરુ પાસે પામ્યા શાંતિ;
મુનિચરણે કરીને પ્રણામ આજ્ઞા પામી કર્યો વિશ્રામ.
જાગી ગયા પ્રગટતાં પ્રભાત, કહ્યું પ્રેમથી લક્ષ્મણ ભ્રાત,
ઊગ્યો પ્રાચીમાં પેલો અરૂણ દેતો પદ્મને લોકને સુખ.
ચક્રવાકને જીવન દેતો, વ્યથા વિયોગની હરી લેતો;
ત્યારે લક્ષ્મણે કોમળ વાણ કહી સાંભળો આપીને ધ્યાન.
(દોહરો)
અરૂણોદયથી કુમુદ સૌ પામ્યાં આ સંકોચ.
તારાગણના તેજનો ખૂટયો સઘળો કોશ.
એમ આગમનથી થયા રાજા સૌ ભયભીત,
તમારા ઉદયથી બન્યા નિર્બળ ને ચિંતીત.