Saturday, 28 December, 2024

Ram seek Vishwamitra’s blessings

110 Views
Share :
Ram seek Vishwamitra’s blessings

Ram seek Vishwamitra’s blessings

110 Views

विश्वामित्र का आशीर्वाद लेकर राम धनुष उठाने चले
 
(चौपाई)
नृपन्ह केरि आसा निसि नासी । बचन नखत अवली न प्रकासी ॥
मानी महिप कुमुद सकुचाने । कपटी भूप उलूक लुकाने ॥१॥

भए बिसोक कोक मुनि देवा । बरिसहिं सुमन जनावहिं सेवा ॥
गुर पद बंदि सहित अनुरागा । राम मुनिन्ह सन आयसु मागा ॥२॥

सहजहिं चले सकल जग स्वामी । मत्त मंजु बर कुंजर गामी ॥
चलत राम सब पुर नर नारी । पुलक पूरि तन भए सुखारी ॥३॥

बंदि पितर सुर सुकृत सँभारे । जौं कछु पुन्य प्रभाउ हमारे ॥
तौ सिवधनु मृनाल की नाईं । तोरहुँ राम गनेस गोसाईं ॥४॥

(दोहा)
रामहि प्रेम समेत लखि सखिन्ह समीप बोलाइ ।
सीता मातु सनेह बस बचन कहइ बिलखाइ ॥ २५५ ॥
 
વિશ્વામિત્રના આશીર્વાદ લઇ રામ ધનુષ ઉઠાવવા જાય છે
 
ગઇ નૃપની આશાનિશા નાસી, શક્યા શબ્દતારા ના પ્રકાશી;
માની મહિપકુમુદ કરમાયાં, શઠ ભૂપ ઉલૂક લપાયાં.
 
થયા શોકરહિત મુનિ દેવ ચક્રવાકસમા કરી સેવ
પુષ્પોને વરસાવી પ્રેમે, રાગ રોકી શકાયો ના કેમે.
 
ગુરુચરણોમાં પ્રણમી પ્રેમે ધનુ તોડવાની પછી નેમે
રામે માગ્યો મુનિઓનો આદેશ, ચાલ્યા શૌર્યનો ધારી આવેશ.
 
મત્તમંજુ કુંજરચાલે ચાલ્યા, હૈયાં દર્શકકેરાં હાલ્યાં;
સુખ પામ્યાં સઘળાં નરનારી, તન રોમાંચથી થયાં ભારી.
 
દેવ પિતૃને કરતાં પ્રણામ કર્યું સુકૃત સ્મરણ સકામ,
હોય પુણ્યપ્રભાવ અમારો, આવ્યો અવસર તો આ ન્યારો,
ધનુ ગણેશ ! શંકરકેરું તોડો રામ તો શીઘ્ર અનેરું.
 
(દોહરો)             
સ્નેહે નીરખી રામને સીતામાતાએ
સખીવૃંદ બોલાવતાં કહ્યું આર્ત હૃદયે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *