Thursday, 19 September, 2024

Ram send off Angad

91 Views
Share :
Ram send off Angad

Ram send off Angad

91 Views

श्रीराम ने अंगद को विदाय दी
 
सुनु सर्बग्य कृपा सुख सिंधो । दीन दयाकर आरत बंधो ॥
मरती बेर नाथ मोहि बाली । गयउ तुम्हारेहि कोंछें घाली ॥१॥
 
असरन सरन बिरदु संभारी । मोहि जनि तजहु भगत हितकारी ॥
मोरें तुम्ह प्रभु गुर पितु माता । जाउँ कहाँ तजि पद जलजाता ॥२॥
 
तुम्हहि बिचारि कहहु नरनाहा । प्रभु तजि भवन काज मम काहा ॥
बालक ग्यान बुद्धि बल हीना । राखहु सरन नाथ जन दीना ॥३॥
 
नीचि टहल गृह कै सब करिहउँ । पद पंकज बिलोकि भव तरिहउँ ॥
अस कहि चरन परेउ प्रभु पाही । अब जनि नाथ कहहु गृह जाही ॥४॥
 
(दोहा)
अंगद बचन बिनीत सुनि रघुपति करुना सींव ।
प्रभु उठाइ उर लायउ सजल नयन राजीव ॥ १८(क) ॥ 
 
निज उर माल बसन मनि बालितनय पहिराइ ।
बिदा कीन्हि भगवान तब बहु प्रकार समुझाइ ॥ १८(ख) ॥
 
શ્રીરામ અંગદને વિદાય આપે છે
 
હે સર્વજ્ઞ કૃપાસુખસિંધો, દીનદયાકર આરતબંધો,
વાલી સોંપી ગયા મને મૃત્યુ સમય કેવળ તમને.
 
અશરણશરણ બિરદ સંભારી તજો મને ન ભગત હિતકારી,
પિતા તમે પ્રભુ મુજ ગુરુમાતા જઉં તજી ક્યાં પદજલજાતા.
 
કરો વિચાર તમે મહારાજ, પ્રભુવિણ મુજ ઘરમાં શું કાજ,
બાળક જ્ઞાન બુદ્ધિ બળહીન રાખો શરણ નાથ, જન દીન.
 
કામ બધાં સામાન્ય કરીશ, દર્શનથી ભવસિંઘુ તરીશ,
એમ કહી ચરણ પડયો એ, ઘેર જવા ન કહો પ્રભુ હે !
 
(દોહરો)
અંગદના શબ્દો સુણી કરુણાનિધિ પ્રભુએ,
આલિંગન અર્પ્યું  તરત સ્નેહસજલ નયને.
 
નિજ ઉરમાળ વસન મણિ પહેરાવી એને,
વિદાય આપી છેવટે સમજાવી કેમે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *