Sunday, 22 December, 2024

Ram tell about importance of Devotion

159 Views
Share :
Ram tell about importance of Devotion

Ram tell about importance of Devotion

159 Views

श्रीराम भक्ति की महिमा बताते है 
 
धर्म तें बिरति जोग तें ग्याना । ग्यान मोच्छप्रद बेद बखाना ॥
जातें बेगि द्रवउँ मैं भाई । सो मम भगति भगत सुखदाई ॥१॥
 
सो सुतंत्र अवलंब न आना । तेहि आधीन ग्यान बिग्याना ॥
भगति तात अनुपम सुखमूला । मिलइ जो संत होइँ अनुकूला ॥२॥
 
भगति कि साधन कहउँ बखानी । सुगम पंथ मोहि पावहिं प्रानी ॥
प्रथमहिं बिप्र चरन अति प्रीती । निज निज कर्म निरत श्रुति रीती ॥३॥
 
एहि कर फल पुनि बिषय बिरागा । तब मम धर्म उपज अनुरागा ॥
श्रवनादिक नव भक्ति दृढ़ाहीं । मम लीला रति अति मन माहीं ॥४॥
 
संत चरन पंकज अति प्रेमा । मन क्रम बचन भजन दृढ़ नेमा ॥
गुरु पितु मातु बंधु पति देवा । सब मोहि कहँ जाने दृढ़ सेवा ॥५॥
 
मम गुन गावत पुलक सरीरा । गदगद गिरा नयन बह नीरा ॥
काम आदि मद दंभ न जाकें । तात निरंतर बस मैं ताकें ॥६॥
 
(दोहा)   
बचन कर्म मन मोरि गति भजनु करहिं निःकाम ॥
तिन्ह के हृदय कमल महुँ करउँ सदा बिश्राम ॥ १६ ॥
 
શ્રીરામ ભક્તિનો મહિમા ગાય છે
 
(દોહરો)  
ધર્મથકી વૈરાગ્ય ને થાય યોગથી જ્ઞાન,
જ્ઞાન મોક્ષપ્રદ છે સદા, કરતા વેદ વખાણ.
 
પરંતુ જેથી પીગળી પ્રસન્ન તરત બનું
તે તો મારી ભક્તિ છે ભક્તનસુખદ ગણું.
 
એ સ્વતંત્ર એને નથી અવલંબન કો અન્ય,
જ્ઞાન અને વિજ્ઞાન છે એને અધીર ધન્ય.
 
ભક્તિ મેં અનુપમ કહી શાશ્વત સુખનું મૂળ,
સાંપડતી તે સંત જો થઇ જાય અનૂકુળ.
 
સુગમમાર્ગથી એ મને પ્રાણી પ્રાપ્ત કરે;
સાધન ભક્તિનાં કહું જેથી હેતુ સરે.
*
પહેલાં વિપ્રચરણ અતિપ્રીત, કરવાં કર્મ રાખી શ્રુતિરીત,
એથી પ્રગટે વિષય વૈરાગ્ય ત્યારે ખીલે છે ભક્તનું ભાગ્ય.
 
ઉપજે મુજ ધર્મમાં અનુરાગ, પ્રાણ પામે નવીન સુહાગ;
દ્રઢ શ્રવણાદિ નવભક્તિ થાય, મારા લીલામાં રતિ જાગી જાય.
 
સંતચરણોમાં જેને હો પ્રેમ, મન કર્મ વચને દ્રઢ નેમ,
મને માતા પિતા ગુરૂદેવ પતિ બંધુ, જાણી કરે સેવ.
 
થાય રોમાંચ મુજ ગુણ ગાતાં, બને ગદગદ લોચન રાતાં,
કામ દંભ નથી મદ જેને સદા વશ હું રહું છું તેને.
 
(દોહરો)   
મન વાણી કર્મે મને ગતિ ગણતાં નિષ્કામ
ભજે ભાવથી એહના ઉરે કરું વિશ્રામ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *