Ram tell Bharat to express his view
By-Gujju01-05-2023
Ram tell Bharat to express his view
By Gujju01-05-2023
श्रीराम ने भरत को अपनी बात कहने को कहा
कहउँ सुभाउ सत्य सिव साखी । भरत भूमि रह राउरि राखी ॥
तात कुतरक करहु जनि जाएँ । बैर पेम नहि दुरइ दुराएँ ॥१॥
मुनि गन निकट बिहग मृग जाहीं । बाधक बधिक बिलोकि पराहीं ॥
हित अनहित पसु पच्छिउ जाना । मानुष तनु गुन ग्यान निधाना ॥२॥
तात तुम्हहि मैं जानउँ नीकें । करौं काह असमंजस जीकें ॥
राखेउ रायँ सत्य मोहि त्यागी । तनु परिहरेउ पेम पन लागी ॥३॥
तासु बचन मेटत मन सोचू । तेहि तें अधिक तुम्हार सँकोचू ॥
ता पर गुर मोहि आयसु दीन्हा । अवसि जो कहहु चहउँ सोइ कीन्हा ॥४॥
(दोहा)
मनु प्रसन्न करि सकुच तजि कहहु करौं सोइ आजु ।
सत्यसंध रघुबर बचन सुनि भा सुखी समाजु ॥ २६४ ॥
શ્રીરામ ભરતને પોતાની વાત જણાવવા કહે છે
કહું સત્ય તમોને ભરત હે, પૃથ્વી રાખી તમારી રહી છે;
હવે વ્યર્થ કુતર્ક કરો ના, વેરપ્રેમ ઢાંકેલા રહે ના.
મુનિવર પાસે વિહગપશુ જાય, હિંસક જનને નીરખી નાસે કયાંય;
મિત્રરિપુને પશુપક્ષીયે જાણે, જ્ઞાની ગુણીજન કાં પ્રમાણે ?
તમને સારી રીતે સમજું છું, ઉરમાં ભાવોર્મિ જાગી રહી શું;
રાખ્યું સત્ય મને તજી રાજે, છોડી કાયાને પણને કાજે.
વચનો મિથ્યા કર્યે થાય શોક, એથી અધિક તમારો સંકોચ;
કિન્તુ ગુરુએ આપ્યો છે આદેશ, ઇચ્છું કરવા તમે કહો તે જ.
(દોહરો)
મુદિત મને સંકોચ વિણ કહો તે કરું આજ;
સુણી રામના શબ્દને થયો પ્રસન્ન સમાજ.