Ram tell monkeys to return home
By-Gujju29-04-2023
Ram tell monkeys to return home
By Gujju29-04-2023
श्रीराम ने वानरों को अपने घर लौटने को कहा
बिसरे गृह सपनेहुँ सुधि नाहीं । जिमि परद्रोह संत मन माही ॥
तब रघुपति सब सखा बोलाए । आइ सबन्हि सादर सिरु नाए ॥१॥
परम प्रीति समीप बैठारे । भगत सुखद मृदु बचन उचारे ॥
तुम्ह अति कीन्ह मोरि सेवकाई । मुख पर केहि बिधि करौं बड़ाई ॥२॥
ताते मोहि तुम्ह अति प्रिय लागे । मम हित लागि भवन सुख त्यागे ॥
अनुज राज संपति बैदेही । देह गेह परिवार सनेही ॥३॥
सब मम प्रिय नहिं तुम्हहि समाना । मृषा न कहउँ मोर यह बाना ॥
सब के प्रिय सेवक यह नीती । मोरें अधिक दास पर प्रीती ॥४॥
(दोहा)
अब गृह जाहु सखा सब भजेहु मोहि दृढ़ नेम ।
सदा सर्बगत सर्बहित जानि करेहु अति प्रेम ॥ १६ ॥
શ્રીરામ વાનરોને સ્વગૃહે પ્રસ્થાન કરવા જણાવે છે
(દોહરો)
વીસર્યા ગૃહને સુધ રહી સ્વપ્ને એની ના,
પરદ્રોહ રહે જેમ ના સંતતણા મનમાં.
*
રઘુપતિએ સૌને સપ્રેમ પાસે બેસાડયા નિજ જેમ;
કહ્યું તમે અતિ સેવા કરી કેમ શકું તે તમને કહી ?
ગૃહસુખને છોડયાં મુજકાજ અતિશય પ્રિય તેથી છો આજ,
વૈદેહી વૈભવ પરિવાર અનુજ દેહગેહ સુહૃદરાજ,
સર્વ પ્રિય છતાં અધિક તમે પ્રિય છો સાચેસાચ મને,
સૌને પ્રિય સેવક એ નેમ, મને અધિક દાસ ઉપર પ્રેમ.
(દોહરો)
ઘેર જઈ સર્વે સખા ભજો મને દૃઢ નેમ,
સર્વ સર્વગત સર્વહિત ગણી કરો અતિપ્રેમ.