श्रीराम ने माया हटाई, काकभुशुंडी का संशय मिटा
देखि चरित यह सो प्रभुताई । समुझत देह दसा बिसराई ॥
धरनि परेउँ मुख आव न बाता । त्राहि त्राहि आरत जन त्राता ॥१॥
प्रेमाकुल प्रभु मोहि बिलोकी । निज माया प्रभुता तब रोकी ॥
कर सरोज प्रभु मम सिर धरेऊ । दीनदयाल सकल दुख हरेऊ ॥२॥
कीन्ह राम मोहि बिगत बिमोहा । सेवक सुखद कृपा संदोहा ॥
प्रभुता प्रथम बिचारि बिचारी । मन महँ होइ हरष अति भारी ॥३॥
भगत बछलता प्रभु कै देखी । उपजी मम उर प्रीति बिसेषी ॥
सजल नयन पुलकित कर जोरी । कीन्हिउँ बहु बिधि बिनय बहोरी ॥४॥
(दोहा)
सुनि सप्रेम मम बानी देखि दीन निज दास ।
बचन सुखद गंभीर मृदु बोले रमानिवास ॥ ८३(क) ॥
काकभसुंडि मागु बर अति प्रसन्न मोहि जानि ।
अनिमादिक सिधि अपर रिधि मोच्छ सकल सुख खानि ॥ ८३(ख) ॥
શ્રીરામ માયા સંકેલતા સંશયનું નિવારણ થાય છે
(દોહરો)
પ્રભુતા તથા ચરિત્રને સમજીને મુગ્ધ બની,
રક્ષક હે જગના કરો રક્ષા આર્તતણી,
એમ કહી પૃથ્વી ઉપર બનતાં પડયો અચેત,
વચન શક્યો બોલી નહીં આશ્ચર્યથકી લેશ.
વ્યાકુળ દેખીને મને માયા સંકેલી,
પ્રભુએ દીધો હાથને મુજ શિર પર મેલી.
દીનદયાળે દુ:ખ હરી કર્યો મને નિર્મોહ,
સેવકને સુખ આપતા સદા કૃપાસંદોહ.
વિચારતાં પ્રભુતા મને અતિ આનંદ થયો,
પ્રભુની વત્સલતાથકી પ્રગટયો પ્રેમ ઘણો
રોમાંચિત બનતાં નમી આંખે અશ્રુ ભરી,
કર જોડીને પ્રાર્થના વિવિધ પ્રકાર કરી.
સ્નેહસભર શબ્દો સુણી, દીન દેખતાં દાસ,
વચન સુખદ મધુમય મૃદુ બોલ્યા રમાનિવાસ.
માગો કાકભુશુંડિ વર, અતિપ્રસન્ન મુજ પ્રાણ;
અષ્ટ સિદ્ધિ રિદ્ધિ વળી મોક્ષ સકળ સુખખાણ.