Friday, 15 November, 2024

Ram vachanamrit

123 Views
Share :
Ram vachanamrit

Ram vachanamrit

123 Views

श्रीराम वचनामृत
 
एहि तन कर फल बिषय न भाई । स्वर्गउ स्वल्प अंत दुखदाई ॥
नर तनु पाइ बिषयँ मन देहीं । पलटि सुधा ते सठ बिष लेहीं ॥१॥
 
ताहि कबहुँ भल कहइ न कोई । गुंजा ग्रहइ परस मनि खोई ॥
आकर चारि लच्छ चौरासी । जोनि भ्रमत यह जिव अबिनासी ॥२॥
 
फिरत सदा माया कर प्रेरा । काल कर्म सुभाव गुन घेरा ॥
कबहुँक करि करुना नर देही । देत ईस बिनु हेतु सनेही ॥३॥
 
नर तनु भव बारिधि कहुँ बेरो । सन्मुख मरुत अनुग्रह मेरो ॥
करनधार सदगुर दृढ़ नावा । दुर्लभ साज सुलभ करि पावा ॥४॥
 
(दोहा)
जो न तरै भव सागर नर समाज अस पाइ ।
सो कृत निंदक मंदमति आत्माहन गति जाइ ॥ ४४ ॥
 
શ્રીરામના બોધવચનો
 
(દોહરો)
આ તનનું ફળ વિષય ના; સ્વલ્પ સ્વર્ગના ભોગ,
અંતે દુ:ખદાયક બને મટતાં સુખનો યોગ.
 
નરતન પામી વિષયમાં મનને જોડે જે,
અમૃતને બદલે ગ્રહે વિષને માનવ તે.
*
જે લે ગુંજાને પારસ ખોઈ તેને જ્ઞાની કહે નવ કોઈ;
ચાર ખાણ ને લક્ષ ચોરાસી યોનિ જીવ ભમે અવિનાશી.
 
ફરે માયાથી કર્મે પ્રેરાઈ કાળગુણ ને સ્વભાવે ઘેરાઈ;
ક્યારે કરુણા કરી નરદેહ આપે ઈશ એને કરી સ્નેહ.
 
નરદેહ ભવસિંધુવહાણ કૃપા મારી મરુત શુભ જાણ;
ગુરુ નાવિક એના મહાન, થયાં સાધન સુલભ બધાંયય
 
(દોહરો)
જે ન તરે ભવસાગર સાધન પામી એ,
આત્માને પોતે હણે અજ્ઞ કૃતધ્ની તે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *