श्रीराम की बाललीला
ऐसेहिं हरि बिनु भजन खगेसा । मिटइ न जीवन्ह केर कलेसा ॥
हरि सेवकहि न ब्याप अबिद्या । प्रभु प्रेरित ब्यापइ तेहि बिद्या ॥१॥
ताते नास न होइ दास कर । भेद भगति भाढ़इ बिहंगबर ॥
भ्रम ते चकित राम मोहि देखा । बिहँसे सो सुनु चरित बिसेषा ॥२॥
तेहि कौतुक कर मरमु न काहूँ । जाना अनुज न मातु पिताहूँ ॥
जानु पानि धाए मोहि धरना । स्यामल गात अरुन कर चरना ॥३॥
तब मैं भागि चलेउँ उरगामी । राम गहन कहँ भुजा पसारी ॥
जिमि जिमि दूरि उड़ाउँ अकासा । तहँ भुज हरि देखउँ निज पासा ॥४॥
(दोहा)
ब्रह्मलोक लगि गयउँ मैं चितयउँ पाछ उड़ात ।
जुग अंगुल कर बीच सब राम भुजहि मोहि तात ॥ ७९(क) ॥
सप्ताबरन भेद करि जहाँ लगें गति मोरि ।
गयउँ तहाँ प्रभु भुज निरखि ब्याकुल भयउँ बहोरि ॥ ७९(ख) ॥
શ્રીરામ લીલા કરે છે
હરિભજન વિના એમ ખગેશ, શમે નહીં જીવતણો કલેશ;
મુક્ત અવિદ્યાથી હરિદાસ, વિદ્યા વસે એમની પાસ.
એથી નાશ ન પામે દાસ, ભેદભક્તિમાં કરતો વાસ;
ભ્રમથી ચકિત નિહાળી રામ મુજને હસી રહ્યા કૃતકામ.
સમજી એ લીલા ન શક્યા માતપિતા કે અનુજ બધા;
લાલ ચરમકર તલસહ શ્યામ દોડયા મને પકડવા રામ.
દોડયો હું ત્યારે તત્કાળ, રામે કરનો કર્યો પ્રસાર;
જઈ રહ્યો હું નભમાં જેમ ભુજા નિહાળી હરિની તેમ.
(દોહરો)
બ્રહ્મલોક પાસે જઈ જોયું પાછળ મેં,
બે આંગળ પાછળ હતી ભુજા રામની એ.
સપ્ત આવરણ ભેદતાં ગયો ગતિ મુજબ દૂર,
ત્યાં પણ નીરખીને ભુજા બની ગયો વ્યાકુળ.