Sunday, 22 December, 2024

Ravan ignore Prahasta’s advise

174 Views
Share :
Ravan ignore Prahasta’s advise

Ravan ignore Prahasta’s advise

174 Views

रावण ने प्रहस्त का कहा अनसुना किया
 
यह मत जौं मानहु प्रभु मोरा । उभय प्रकार सुजसु जग तोरा ॥
सुत सन कह दसकंठ रिसाई । असि मति सठ केहिं तोहि सिखाई ॥१॥
 
अबहीं ते उर संसय होई । बेनुमूल सुत भयहु घमोई ॥
सुनि पितु गिरा परुष अति घोरा । चला भवन कहि बचन कठोरा ॥२॥
 
हित मत तोहि न लागत कैसें । काल बिबस कहुँ भेषज जैसें ॥
संध्या समय जानि दससीसा । भवन चलेउ निरखत भुज बीसा ॥३॥
 
लंका सिखर उपर आगारा । अति बिचित्र तहँ होइ अखारा ॥
बैठ जाइ तेही मंदिर रावन । लागे किंनर गुन गन गावन ॥४॥
 
बाजहिं ताल पखाउज बीना । नृत्य करहिं अपछरा प्रबीना ॥५॥
 
(दोहा)
सुनासीर सत सरिस सो संतत करइ बिलास ।
परम प्रबल रिपु सीस पर तद्यपि सोच न त्रास ॥ १० ॥

રાવણ પ્રહસ્તની સલાહને કાને ધરતો નથી
 
(દોહરો)          
સલાહ મારી માનશો યશ તો મેળવશો;
દસકંઠ વદ્યો રોષથી, શઠ પ્રલાપ કર શો ?
 
દુર્બુદ્ધિ કોણે ધરી, સંશય કેમ કરે,
અયોગ્ય વંશમહીં વિમળ વેલો બન્યો ખરે.
 
વાણી કઠોર તાતની સુણતાં પ્રહસ્ત એ,
ગૃહે ગયો અંતે કહી અંતિમ વચનોને.
 
હિતની સલાહ ના ગમે મારી આ તમને,
જેમ કાળવશ માનવી ઔષધને ન ગ્રહે.
*
રાવણ પર્વત શિખર પર સંધ્યાસમય થતાં,
આવ્યો હર્મ્યે કિન્નરો ગાતા જ્યાં સઘળા.
 
વીણા ઝાંઝ પખાજ ત્યાં મધુર રહ્યાં વાગી,
અપ્સરા વળી નર્તવા લાગી અનુરાગી.
 
સહસ્ત્ર ઈન્દ્રસમાન એ કરતો નિશદિન ભોગ,
ચિંતા છોડી શિર હતો જોકે રિપુનો યોગ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *