शर और भुजा कटने के बाद भी रावण नहीं मरा
(छंद)
जब कीन्ह तेहिं पाषंड । भए प्रगट जंतु प्रचंड ॥
बेताल भूत पिसाच । कर धरें धनु नाराच ॥१॥
जोगिनि गहें करबाल । एक हाथ मनुज कपाल ॥
करि सद्य सोनित पान । नाचहिं करहिं बहु गान ॥२॥
धरु मारु बोलहिं घोर । रहि पूरि धुनि चहुँ ओर ॥
मुख बाइ धावहिं खान । तब लगे कीस परान ॥३॥
जहँ जाहिं मर्कट भागि । तहँ बरत देखहिं आगि ॥
भए बिकल बानर भालु । पुनि लाग बरषै बालु ॥४॥
जहँ तहँ थकित करि कीस । गर्जेउ बहुरि दससीस ॥
लछिमन कपीस समेत । भए सकल बीर अचेत ॥५॥
हा राम हा रघुनाथ । कहि सुभट मीजहिं हाथ ॥
एहि बिधि सकल बल तोरि । तेहिं कीन्ह कपट बहोरि ॥६॥
प्रगटेसि बिपुल हनुमान । धाए गहे पाषान ॥
तिन्ह रामु घेरे जाइ । चहुँ दिसि बरूथ बनाइ ॥७॥
मारहु धरहु जनि जाइ । कटकटहिं पूँछ उठाइ ॥
दहँ दिसि लँगूर बिराज । तेहिं मध्य कोसलराज ॥८॥
(छंद)
तेहिं मध्य कोसलराज सुंदर स्याम तन सोभा लही ।
जनु इंद्रधनुष अनेक की बर बारि तुंग तमालही ॥
प्रभु देखि हरष बिषाद उर सुर बदत जय जय जय करी ।
रघुबीर एकहि तीर कोपि निमेष महुँ माया हरी ॥
माया बिगत कपि भालु हरषे बिटप गिरि गहि सब फिरे ।
सर निकर छाड़े राम रावन बाहु सिर पुनि महि गिरे ॥
श्रीराम रावन समर चरित अनेक कल्प जो गावहीं ।
सत सेष सारद निगम कबि तेउ तदपि पार न पावहीं ॥
(दोहा)
ताके गुन गन कछु कहे जड़मति तुलसीदास ।
जिमि निज बल अनुरूप ते माछी उड़इ अकास ॥ १०१(क) ॥
काटे सिर भुज बार बहु मरत न भट लंकेस ।
प्रभु क्रीड़त सुर सिद्ध मुनि ब्याकुल देखि कलेस ॥ १०१(ख) ॥
શર અને ભુજાઓ છેદાવાં છતાં રાવણનો નાશ થતો નથી
(છંદ)
માયા રચી તેથી ભયંકર ભૂતવૈતાલો થયા,
પ્રગટયા ધનુષ ને બાણ સાથે પિશાચો જીવો ઘણા,
તલવાર ખપ્પરને લઈને જોગણી નાચી રહી,
ગાતી વિવિધ ગીતો હરખથી સ્વાદ શોણિતનો ગ્રહી.
મારો અને પકડો કહીને ઘોર સ્વરમાં દોડતી,
નાસી જતા કપિભાલુને આરોગવાને શોધતી.
વાનરો જ્યાં જ્યાં જતા ત્યાં આગ જલતી દેખતા,
વ્યાકુળ થતા સૌના ઉપર પડતા પહાડો રેતના.
શ્રમિત વાનરને કરીને ગર્જના અસુરે કરી,
સુગ્રીવ લક્ષ્મણ વીર સઘળા રહ્યા ધરતી પર ઢળી.
રઘુનાથ અહા રામ બોલી યોદ્ધા રડી રહ્યા,
રાવણે બળ તોડીને અન્ય માયા કરી મહા.
(દોહરો)
પ્રગટ કર્યા હનુમાન તે દોડયા શિલા લઈ,
દળ રચી જઈ સર્વને ઘેર્યા યુદ્ધમહીં.
પુચ્છ કરી ઊંચાં કહ્યું મારો પકડો એમ,
સોહી રહ્યા દસે દિશે રામ મધ્યમાં તેમ.
મેઘધનુષની વાડમાં તમાલનું દ્રુમ હોય,
રામ એમ શોભી રહ્યા આકર્ષી સૌ કોય.
દેવો હર્ષે જયસ્વરો કરવા લાગ્યા ત્યાં,
રામે માયાને હરી શરે એક ક્ષણમાં.
(છંદ)
માયા મટયે કપિભાલુ હરખ્યા ફરીથી પાછા ફર્યા,
શ્રીરામ શરથી બાહુ શિર રાવણતણાં નીચે પડયાં;
રઘુવીર રાવણ સમરને કલ્પો સુધી શત શેષ ને,
કવિ શારદા કે વેદ ગાયે તોય પામે પાર શે ?
(દોહરો)
એના અલ્પ ગુણો કહે જડમતિ તુલસીદાસ,
જેમ નિજબળે મક્ષિકા ઊડે છે આકાશ.
ભુજાશીશ છેદ્યાં સતત મર્યો ન પણ લંકેશ,
રમતા પ્રભુ; સુરસિદ્ધમુનિ વ્યાકુળ પામ્યા કલેશ.