श्रीराम के दर्शने से सनकादि मुनि अति प्रसन्न
कीन्ह दंडवत तीनिउँ भाई । सहित पवनसुत सुख अधिकाई ॥
मुनि रघुपति छबि अतुल बिलोकी । भए मगन मन सके न रोकी ॥१॥
स्यामल गात सरोरुह लोचन । सुंदरता मंदिर भव मोचन ॥
एकटक रहे निमेष न लावहिं । प्रभु कर जोरें सीस नवावहिं ॥२॥
तिन्ह कै दसा देखि रघुबीरा । स्त्रवत नयन जल पुलक सरीरा ॥
कर गहि प्रभु मुनिबर बैठारे । परम मनोहर बचन उचारे ॥३॥
आजु धन्य मैं सुनहु मुनीसा । तुम्हरें दरस जाहिं अघ खीसा ॥
बड़े भाग पाइब सतसंगा । बिनहिं प्रयास होहिं भव भंगा ॥४॥
(दोहा)
संत संग अपबर्ग कर कामी भव कर पंथ ।
कहहि संत कबि कोबिद श्रुति पुरान सदग्रंथ ॥ ३३ ॥
શ્રીરામના દર્શનથી મુનિઓ અતિ આનંદમાં
(દોહરો)
પવનસુતે ત્રણ બંધુસહ પ્રેમે કર્યા પ્રણામ,
મુનિ મન ના રોકી શક્યા જોતાંવેંત જ રામ,
આનંદાર્ણવમાં ગયા ડૂબી અતિકૃતકામ.
*
શ્યામ શરીર સરોરૂહ લોચન સુંદરતામંદિર ભવમોચન,
અનિમેષ રહ્યા પ્રભુ નીરખી; પ્રભુ પણ નમ્યા તરત હરખી.
દશા એમની દેખી નીર નયને આવ્યાં પુલક શરીર;
પ્રભુએ બેસાડયા મુનિને, કહ્યાં વચન મધુ નમ્રપણે.
મુનિવર ધન્ય બન્યો હું આજ; થતો દર્શને પાતકનાશ;
ભાગ્યથકી મળતો સત્સંગ, અનાયાસ થાયે ભવભંગ.
(દોહરો)
સંતસંગ અપવર્ગનો કામીનો ભવપંથ;
કહે સંત કવિ કોવિદ શ્રુતિ પુરાણ સદગ્રંથ.