Sunday, 22 December, 2024

સનત્સુજાત ઋષિનો ઉપદેશ

364 Views
Share :
સનત્સુજાત ઋષિનો ઉપદેશ

સનત્સુજાત ઋષિનો ઉપદેશ

364 Views

{slide=Sage Sanat-sujata’s teachings}

Dhritarashtra found Vidura’s discourse very interesting and charming. In the end, he raised a question on death and immortality. Vidura was born in low cast (Sudra), so he did not dare to answer it. Instead, he thought about Sage Sanat-Sujata as he was a Sage with rigid vows, was leading a life of celibacy and was Brahmin by birth so he was a right person to answer Dhritarastra’s question.
 
Upon Vidura’s contemplation, Rishi appeared before him and began answering his question. The conversation that followed is very interesting. King questioned the Rishi : ‘O Sanat-sujata, I hear that there is no Death and I also hear that the gods and the Asuras, practice ascetic austerities in order to avoid death. Of these two, which is true?’

Sage replied, ‘O Dhritarastra, both of these are true. Death results from ignorance or ignorance is Death, and so the absence of ignorance (Knowledge) is immortality.’

મહાભારતના મહાગ્રંથના ઉદ્યોગપર્વમાં અધ્યાય બેતાલીસથી છેતાલીસ સુધી ધૃતરાષ્ટ્રને અપાયેલા ઋષિ સનત્સુજાતના સદુપદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વિદુરે તીવ્ર વ્રતધારી સનત્સુજાત ઋષિનું ચિંતન કર્યું એટલે ઋષિએ પોતાનું ચિંતન થયેલું જાણીને વિદુરને દર્શન આપ્યું. વિદુરે ઋષિનો સત્કાર કર્યો અને તેમને કહ્યું કે ભગવન્ ! ધૃતરાષ્ટ્રના મનમાં કાંઈક શંકા થઈ છે. તેનું સમાધાન મારાથી થાય એમ નથી; તો તમે જ એમનું સુખદ સમાધાન કરો એ યોગ્ય છે.

ધૃતરાષ્ટ્રે વિદુરનાં વચનોને સારી રીતે અભિનંદીને પોતે પરબહ્મરૂપ થવાની ઈચ્છાથી એકાંતમાં સનત્સુજાતને બહ્મવિદ્યા વિશે પૂછવાનો પ્રારંભ કર્યો. એવી રીતે થયેલા વાર્તાલાપનો સારભાગ અતિશય પ્રેરક છે. એ સારભાગનો આસ્વાદ લેવા જેવો છે.

ધૃતરાષ્ટ્રે : તમે દૃઢતાપૂર્વક કહો છો કે મૃત્યુ નથી પરંતુ દેવોએ તથા અસુરોએ મૃત્યુરહિત થવા માટે બ્રહ્મચર્ય પાળ્યુ હતું; ત્યારે એમાં સત્ય શું છે ?

સનત્સુજાત : મૃત્યુ છે અને તે કર્મ વડે દૂર કરાય છે એવો એક પક્ષ છે. બીજી બાજુ મુત્યુ જ નથી એવો બીજો પક્ષ છે. હું પ્રમાદ એટલે આત્મતત્વના અજ્ઞાનને મુત્યુ અને અપ્રમાદ અથવા જ્ઞાનને મોક્ષ કહું છું.

અસુરો પ્રમાદથી જ મુત્યુને વશ થયા અને સુરો અપ્રમાદથી બ્રહ્મરૂપ થયા છે.

કર્મફળના ભોગમાં પ્રીતિવાળા જીવો ભોગ આપનારા કર્મનો ઉદય થતાં સ્વર્ગાદિ લોકમાં જાય છે. પરંતુ મુત્યુને તરતા નથી. બહ્મપ્રાપ્તિ કરાવનારા અષ્ટાંગયોગનો લાભ ના થવાથી જીવ કેવળ ભોગની લાલસા વડે દેવ, મનુષ્ય તથા પશુપક્ષીની યોનિઓમાં જનમ્યા કરે છે.

ધીરપુરુષ આત્માનું ચિંતન કર્યા કરે છે. પાસે આવેલા વિષયો તરફ તે તુચ્છ બુદ્ધિ રાખે છે અને તેનું  ચિંતન ના કરતાં તેનો નાશ કરે છે. જે પુરુષ આ પ્રમાણે વિવેકી થઈને કામનાઓનો નાશ કરે છે એને મૃત્યુ અથવા અજ્ઞાન યમની પેઠે ગળી જતું નથી.
*
અનિત્ય ફળને માટે પ્રયત્ન ના કરનારા પુરુષને દેવો માન આપે છે. માટે તે માનપાત્ર ગણાય છે. બીજાઓ પોતાને માન આપે તોપણ જ્ઞાની પુરુષે પોતાને માનપાત્ર ગણવો નહિં અને પોતાનું અપમાન થતાં સંતાપ પણ કરવો નહીં.

આ લોકમાં અધર્મ કરવામાં કુશળ, માયામાં નિપુણ અને માન્ય પુરુષોનું અપમાન કરનારા મૂઢ લોકો માન્યપુરુષને માન આપતા નથી.

સંતપુરુષો બહ્મસુખની પ્રાપ્તિ માટે ઘણી જાતનાં સાધનો કહે છે; પરંતુ તે ધારણ કરવાં  કઠિન છે. તે સાધનોમાં સત્ય, સરળતા, લજ્જા, ઈન્દ્રિયનિગ્રહ, શૌર્ય અને વિદ્યા – એ છ મોહને મટાડનારા છે

ધૃતરાષ્ટ્ર : ઋગ્વેદ, યર્જુર્વેદ, સામવેદને જાણતો હોય તે પાપો કરવાથી પાપ વડે લેપાય છે કે નહીં ?

સનત્સુજાત : સામવેદ, યજુર્વેદ અને ઋગ્વેદ વાણી અને મનના નિગ્રહ કરવા અસમર્થ પુરુષનું પાપકર્મથી રક્ષણ કરી શકતા નથી.

માયા વડે વર્તનાર માયાવી પુરુષને વેદો પાપથી તારતા નથી, પણ પાંખ આવ્યા પછી પક્ષીઓ જેમ માળાનો ત્યાગ કરે છે, તેમ સર્વ વેદો પણ તે માયાવી પુરુષનો અંતકાળે ત્યાગ કરે છે.
*
આત્મા તરીકે પ્રસિદ્ધ છતાં આત્માથી ભિન્ન એવા પાંચકોશોમાં આત્માને શોધવો એ ક્લેશસાધ્ય છે. તપસ્વી એટલે ધ્યાન કરનારો પુરુષ. એ આત્માને વેદમાં ના શોધતાં કેવળ ધ્યાનથી જ તે પ્રભુનું દર્શન કરે છે.
*
બુદ્ધિમાં મન લીન થયા પછી ચિંતનરહિત અવસ્થાની અનુભૂતિ થાય છે તે વિદ્યા બ્રહ્મચર્યથી પ્રાપ્ત થઈ શકે છે.
*
જે આચાર્ય વાણી વડે બ્રહ્મનો ઉપદેશ કરીને તેના ફળરૂપ મોક્ષને આપે છે અને બ્રાહ્મણાદિ વર્ણોને સત્ય ચિદાત્માથી વ્યાપ્ત કરી દે છે, તે આચાર્યને માતા તથા પિતા માનવા અને તેના  કરેલા ઉપકારને જાણીને તેનો દ્રોહ કરવો નહીં .
*
શિષ્યે ગુરુને નિત્ય પ્રણામ કરવા, પવિત્ર તથા સાવધાન રહીને સ્વાધ્યાયની ઈચ્છા કરવી, અભિમાન કરવું નહીં અને રોષ ધારણ કરવો નહીં.  આ બ્રહ્મચર્યનો પ્રથમ પાદ કહેવાય છે.

કર્મ, મન, વાણી, ધન અને પ્રાણ વડે પણ આચાર્યનું પ્રિય કરવું, એ બ્રહ્મચર્યનો બીજો પાદ કહેવાય છે.
*
હે રાજન્ ! પુણ્યકર્મ કરવાથી સત્યનો જય થતો નથી, અર્થાત્ બ્રહ્મની પ્રાપ્તિ થતી નથી. અજ્ઞાની મનુષ્ય હોમ કરે અથવા યજન કરે તોપણ તેનાથી તે મોક્ષ પામતો નથી અને અંતકાળે આનંદ પણ અનુભવતો નથી.
*
ઇન્દ્રિયોના વ્યાપારને રોકી દઈને એકલા બ્રહ્મની ઉપાસના કરવી; મનથી પણ ચેષ્ટા કરવી નહીં. વળી કોઈ સારી સ્તુતિ કરે તેથી પ્રસન્ન થવું નહીં, તેમ કોઈ નિંદા કરે તેથી રોષ કરવો નહીં.
*
જીવનમુક્તને અનુભવ થાય છે કે હું ત્રણે કાળમાં અસત એવા દેહાદિક ધર્મવાળો નથી; માટે મને મૃત્યુ અને જન્મલાભ પણ નથી. આમ જ્યારે મને બંધન નથી ત્યારે મોક્ષ પણ કોનાથી હોય ?
*
ચોતરફ પાણીથી ભરેલા મોટા સરોવરમાંથી મનુષ્ય જેમ જરૂર જેટલા જળથી સ્નાન, પાન વગેરે કાર્યને સિદ્ધ કરે છે તેમ આત્મવેત્તા પુરુષ પણ સર્વ વેદોમાંથી સારમાત્રને ગ્રહણ કરીને કૃતાર્થ થાય છે.
*
આત્મા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે, સુમના એટલે દિવ્યચક્ષુવાળા છે, અને સર્વ પ્રાણીઓમાં અંતર્યામીરૂપે જાગ્રત છે. તે સર્વ પ્રાણીઓના હદયકમળમાં રહેલાં છે, એમ જ્ઞાનીઓ જાણે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *