Sunday, 22 December, 2024

Seven questions and Kakbhushundi’s answers

129 Views
Share :
Seven questions and Kakbhushundi’s answers

Seven questions and Kakbhushundi’s answers

129 Views

सात प्रश्न और काकभुशुंडी के उत्तर
 
पुनि सप्रेम बोलेउ खगराऊ । जौं कृपाल मोहि ऊपर भाऊ ॥
नाथ मोहि निज सेवक जानी । सप्त प्रस्न कहहु बखानी ॥१॥
 
प्रथमहिं कहहु नाथ मतिधीरा । सब ते दुर्लभ कवन सरीरा ॥
बड़ दुख कवन कवन सुख भारी । सोउ संछेपहिं कहहु बिचारी ॥२॥
 
संत असंत मरम तुम्ह जानहु । तिन्ह कर सहज सुभाव बखानहु ॥
कवन पुन्य श्रुति बिदित बिसाला । कहहु कवन अघ परम कराला ॥३॥
 
मानस रोग कहहु समुझाई । तुम्ह सर्बग्य कृपा अधिकाई ॥
तात सुनहु सादर अति प्रीती । मैं संछेप कहउँ यह नीती ॥४॥
 
नर तन सम नहिं कवनिउ देही । जीव चराचर जाचत तेही ॥
नरग स्वर्ग अपबर्ग निसेनी । ग्यान बिराग भगति सुभ देनी ॥५॥
 
सो तनु धरि हरि भजहिं न जे नर । होहिं बिषय रत मंद मंद तर ॥
काँच किरिच बदलें ते लेही । कर ते डारि परस मनि देहीं ॥६॥
 
नहिं दरिद्र सम दुख जग माहीं । संत मिलन सम सुख जग नाहीं ॥
पर उपकार बचन मन काया । संत सहज सुभाउ खगराया ॥७॥
 
संत सहहिं दुख परहित लागी । परदुख हेतु असंत अभागी ॥
भूर्ज तरू सम संत कृपाला । परहित निति सह बिपति बिसाला ॥८॥
 
सन इव खल पर बंधन करई । खाल कढ़ाइ बिपति सहि मरई ॥
खल बिनु स्वारथ पर अपकारी । अहि मूषक इव सुनु उरगारी ॥९॥
 
पर संपदा बिनासि नसाहीं । जिमि ससि हति हिम उपल बिलाहीं ॥
दुष्ट उदय जग आरति हेतू । जथा प्रसिद्ध अधम ग्रह केतू ॥१०॥
 
संत उदय संतत सुखकारी । बिस्व सुखद जिमि इंदु तमारी ॥
परम धर्म श्रुति बिदित अहिंसा । पर निंदा सम अघ न गरीसा ॥११॥
 
हर गुर निंदक दादुर होई । जन्म सहस्त्र पाव तन सोई ॥
द्विज निंदक बहु नरक भोग करि । जग जनमइ बायस सरीर धरि ॥१२॥
 
सुर श्रुति निंदक जे अभिमानी । रौरव नरक परहिं ते प्रानी ॥
होहिं उलूक संत निंदा रत । मोह निसा प्रिय ग्यान भानु गत ॥१३॥
 
सब के निंदा जे जड़ करहीं । ते चमगादुर होइ अवतरहीं ॥
सुनहु तात अब मानस रोगा । जिन्ह ते दुख पावहिं सब लोगा ॥१४॥
 
मोह सकल ब्याधिन्ह कर मूला । तिन्ह ते पुनि उपजहिं बहु सूला ॥
काम बात कफ लोभ अपारा । क्रोध पित्त नित छाती जारा ॥१५॥
 
प्रीति करहिं जौं तीनिउ भाई । उपजइ सन्यपात दुखदाई ॥
बिषय मनोरथ दुर्गम नाना । ते सब सूल नाम को जाना ॥१६॥
 
ममता दादु कंडु इरषाई । हरष बिषाद गरह बहुताई ॥
पर सुख देखि जरनि सोइ छई । कुष्ट दुष्टता मन कुटिलई ॥१७॥
 
अहंकार अति दुखद डमरुआ । दंभ कपट मद मान नेहरुआ ॥
तृस्ना उदरबृद्धि अति भारी । त्रिबिध ईषना तरुन तिजारी ॥१८॥
 
जुग बिधि ज्वर मत्सर अबिबेका । कहँ लागि कहौं कुरोग अनेका ॥१९॥
 
(दोहा)
एक ब्याधि बस नर मरहिं ए असाधि बहु ब्याधि ।
पीड़हिं संतत जीव कहुँ सो किमि लहै समाधि ॥ १२१(क) ॥ 
 
नेम धर्म आचार तप ग्यान जग्य जप दान ।
भेषज पुनि कोटिन्ह नहिं रोग जाहिं हरिजान ॥ १२१(ख) ॥
 
સાત પ્રશ્નો અને કાકભુશુંડિજીના ઉત્તરો
 
વદ્યા સપ્રેમ ફરી ખગરાવ કૃપાળુ હો મારા પર ભાવ,
સેવક મુજને સમજી તો સપ્ત પ્રશ્નના ઉત્તર દો.
 
પ્રથમ કહો પ્રભુ હે મતિધીર, સૌથી દુર્લભ કવણ શરીર;
સુખ ને દુ:ખ કવણ છે શ્રેષ્ઠ, કહો કરી સંક્ષેપ વિવેક.
 
સમજો સંત-અસંત સ્વભાવ મર્મ તેમનો ભાવ અભાવ;
કવન પુણ્ય શ્રુતિવિદિત વિશાળ કહો કવન અઘ પરમ કરાળ.
 
સવિસ્તર કહો માનસરોગ, સર્વજ્ઞ તમે કરુણાધોધ;
કાગ વદ્યા સાદર સપ્રીત સુણો કહું સંક્ષેપ રીત.
 
નર તન સમ નવ કોઈ દેહ, જીવ ચરાચર યાચે તેહ;
સ્વર્ગ નરક અપવર્ગ નિસરણી જ્ઞાન વિરક્તિ ભક્તિ શુભ કરણી.
 
એ તનથી હરિ જે ન ભજે, વિષય સાજ અતિહીન સજે,
પારસમણિને તજતાં તે મૂર્ખ કાચને કરમાં લે.
 
દરિદ્રતા સમ દુ:ખ ન ખરે સંતમિલન સમ સુખ ન મળે;
પર ઉપકાર મનવચનકાય સંતસ્વભાવ સહજ ખગરાય !
 
સંત સહે દુ:ખ પરહિતકાજ પરદુ:ખકાજ અસંત અભાગ;
ભોજવૃક્ષ સમ સંત કૃપાલ પરહિત વેઠે વિપદ વિશાળ.
 
શણ સમાન શઠ બંધન કરે ખાલ કઢાવી કષ્ટે મરે,
કરે સ્વાર્થ વિણ પર અપકાર અહિ મૂષક સમ સતત અપાર.
 
હિમ કૃષિ હણતાં પામે નાશ, મરે અન્ય સુખ હણતાં ખાસ,
દુષ્ટ જગતમાં ઉદય કરી કેતુ જેમ લે શાંતિ હરી.
 
(દોહરો)
સંત ઉદય સુખ આપતો સદા સૂર્યશશિ જેમ;
અહિંસા પરમધર્મ છે પરનિંદા અઘ તેમ.
*
હરિ ગુરુ નિંદક દાદુર થાય, સહસ્ત્ર જન્મ ધરે તે કાય,
દ્વિજ નિંદક બહુ નરકે વાસ કરી ધરે વાયસ તન ખાસ.
 
માની શ્રુતિસુરનિંદક જે જન રૌરવ નરકે પડતા તે;
બને ઉલૂક સંતનિંદારત મોહનિશાપ્રિય જ્ઞાનભાનુગત.
 
સૌની નિંદા જે જન કરે ચમગાદુરતન તેને મળે;
હવે વર્ણવું માનસરોગ જેથી દુ:ખ સૌ પામે લોક.
 
મોહ સર્વ વ્યાધિતણું મૂળ, તેમાંથી ઊપજે બહુ શૂલ;
કામ વાત કફ લોભ અપાર ક્રોધ પિત્ત છાતીની જ્વાળ.
 
ત્રણે બંધુ એ પ્રીતિ કરે સંનિપાત તો દુ:ખદ મળે;
વિષય મનોરથ દુર્ગમ શૂળ કરે સકળ જીવનને ધૂળ.
 
ઈર્ષ્યા ખસ દાદર છે રાગ, વ્યાધિ ગળાના હર્ષવિષાદ;
પરસુખથી જલવું ક્ષય તે, કોઢ કુટિલતા મનની જે.
 
ગાંઠરોગ અતિ દુ:ખદ અહં, નસરોગ કપટ મદ રતિ દંભ;
તૃષ્ણા ઉદરવૃદ્ધિ અતિઘોર ત્રિવિધ એષણા તાવ કઠોર.
 
દ્વિવિધ તાવ મત્સર અવિવેક, કહું કયાં લગ કુરોગ અનેક ?
 
(દોહરો)
એક વ્યાધિવશ નર મરે આ અસાધ્ય બહુ વ્યાધિ,
પીડે સદાય જીવને, પામે કેમ સમાધિ ?
*
નિયમ ધર્મ આચાર તપ જ્ઞાન યજ્ઞ જપ દાન,
ભેષજ કોટિ છતાંય ના સ્વાસ્થ્ય પામતો પ્રાણ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *