शतानंद विश्वामित्र के पास जनक का संदेश लाता है
(चौपाई)
नृप सब नखत करहिं उजिआरी । टारि न सकहिं चाप तम भारी ॥
कमल कोक मधुकर खग नाना । हरषे सकल निसा अवसाना ॥१॥
ऐसेहिं प्रभु सब भगत तुम्हारे । होइहहिं टूटें धनुष सुखारे ॥
उयउ भानु बिनु श्रम तम नासा । दुरे नखत जग तेजु प्रकासा ॥२॥
रबि निज उदय ब्याज रघुराया । प्रभु प्रतापु सब नृपन्ह दिखाया ॥
तव भुज बल महिमा उदघाटी । प्रगटी धनु बिघटन परिपाटी ॥३॥
बंधु बचन सुनि प्रभु मुसुकाने । होइ सुचि सहज पुनीत नहाने ॥
नित्यक्रिया करि गुरु पहिं आए । चरन सरोज सुभग सिर नाए ॥४॥
सतानंदु तब जनक बोलाए । कौसिक मुनि पहिं तुरत पठाए ॥
जनक बिनय तिन्ह आइ सुनाई । हरषे बोलि लिए दोउ भाई ॥५॥
(दोहा)
सतानंद पद बंदि प्रभु बैठे गुर पहिं जाइ ।
चलहु तात मुनि कहेउ तब पठवा जनक बोलाइ ॥ २३९ ॥
શતાનંદ વિશ્વામિત્ર પાસે જનકનો સંદેશ લઇ આવે છે
નૃપનક્ષત્ર દે અજવાળું પણ ધનુનું ના ટાળે અંધારું;
રાત વીતતાં ચક્રવાક પદ્મ મધુકર પામે ઉલ્લાસ
ભક્ત પ્રેમી તમારા તેમ ધનુ તૂટતાં પામશે ક્ષેમ,
સુખસાગરે સ્નાન કરીને થશે ધન્ય છેવટે સપ્રેમ
સૂર્ય ઊગ્યો ટળ્યો અંધકાર, શ્રમ વિના પ્રગટયો પ્રકાશ,
ઉડુગણો અદૃશ્ય થયા છે, નભ નવું નવીન હવા છે.
સૂર્યે પ્રગટ બનીને તમારા દર્શાવ્યો છે પ્રતાપને ન્યારા;
મહિમા અન્ય રાજાને બતાવ્યો, વીરતાનો વિવાદ શમાવ્યો.
ધનુ તોડવાની પ્રક્રિયા તો માત્ર અભિનય છે મહિમાનો,
જેથી જગત તમોને જાણે સર્વશ્રેષ્ઠ બલિષ્ઠ પ્રમાણે.
સુણી લક્ષ્મણનાં વચનો એ કર્યું મંગલ મધુ સ્મિત રામે,
કરી સ્નાન ગુરુ પાસે આવ્યા, લાગ્યા આજ્ઞા પ્રમાણે કામે.
જનકે શતાનંદને ત્યારે મોકલ્યા મુનિ પાસે પ્યારે,
સુણી સંદેશ પામ્યા આનંદ વિશ્વામિત્ર તપસ્વીવંદ્ય.
(દોહરો)
શતાનંદના ચરણમાં રામે કર્યા પ્રણામ,
મુનિએ ત્યારે જનકનાં વચનો કહ્યાં તમામ.