Sita give her message for Dashrath
By-Gujju01-05-2023
Sita give her message for Dashrath
By Gujju01-05-2023
दशरथ के मना करने पर भी मैं राम के साथ रहूँगी, सीता ने कहा
बिनती भूप कीन्ह जेहि भाँती । आरति प्रीति न सो कहि जाती ॥
पितु सँदेसु सुनि कृपानिधाना । सियहि दीन्ह सिख कोटि बिधाना ॥१॥
सासु ससुर गुर प्रिय परिवारू । फिरतु त सब कर मिटै खभारू ॥
सुनि पति बचन कहति बैदेही । सुनहु प्रानपति परम सनेही ॥२॥
प्रभु करुनामय परम बिबेकी । तनु तजि रहति छाँह किमि छेंकी ॥
प्रभा जाइ कहँ भानु बिहाई । कहँ चंद्रिका चंदु तजि जाई ॥३॥
पतिहि प्रेममय बिनय सुनाई । कहति सचिव सन गिरा सुहाई ॥
तुम्ह पितु ससुर सरिस हितकारी । उतरु देउँ फिरि अनुचित भारी ॥४॥
(दोहा)
आरति बस सनमुख भइउँ बिलगु न मानब तात ।
आरजसुत पद कमल बिनु बादि जहाँ लगि नात ॥ ९७ ॥
સીતા દશરથનાં સંદેશ છતાં વનમાં રહેવા તૈયાર
(દોહરો)
ભૂપે અરજ કરી, કહ્યું પ્રીતિ વેદના કેમ;
કૃપાનિધાને એ સુણી દીધી શીખ સપ્રેમ.
*
સાસુ-શ્વસુર ગુરુ પ્રિય પરિવાર સૌના મનને ઊતરે ભાર
પાછાં ફરો તમે જો ઘેર; વૈદેહી બોલી તે વેળ.
પ્રભુ કરુણામય કરો વિવેક, તનવિણ છાંય રહે શેં છેક,
પ્રભા જાય કયાં ભાનુ તજી, ચંદ્ર ચંદ્રિકા રહે ભજી.
કહી સચિવને સુંદર વાણ, તમે જનક કે શ્વસુર સમાન
હિત કરનાર સદા મારા, વચન વદું કેમ અકારાં ?
(દોહરો)
દુ:ખીની મારી આપવા ઉત્તર છું તૈયાર,
આર્યપુત્ર પદપદ્મ વિણ સૌ સંબંધ અસાર.