राम की सफलता के लिए सीता की प्रार्थना
(चौपाई)
काम कुसुम धनु सायक लीन्हे । सकल भुवन अपने बस कीन्हे ॥
देबि तजिअ संसउ अस जानी । भंजब धनुष रामु सुनु रानी ॥१॥
सखी बचन सुनि भै परतीती । मिटा बिषादु बढ़ी अति प्रीती ॥
तब रामहि बिलोकि बैदेही । सभय हृदयँ बिनवति जेहि तेही ॥२॥
मनहीं मन मनाव अकुलानी । होहु प्रसन्न महेस भवानी ॥
करहु सफल आपनि सेवकाई । करि हितु हरहु चाप गरुआई ॥३॥
गननायक बरदायक देवा । आजु लगें कीन्हिउँ तुअ सेवा ॥
बार बार बिनती सुनि मोरी । करहु चाप गुरुता अति थोरी ॥४॥
(दोहा)
देखि देखि रघुबीर तन सुर मनाव धरि धीर ॥
भरे बिलोचन प्रेम जल पुलकावली सरीर ॥ २५७ ॥
સીતા રામની સફળતા માટે પ્રાર્થના કરે છે
કામે કુસુમનાં ધનુષબાણ લઇ ત્રિભુવનનો હર્યો પ્રાણ,
એમ સમજીને સંશય છોડો, ધનુ તૂટશે વિશ્વાસ જોડો.
સુણી શબ્દોને થઇ પ્રતીતિ મટયો ખેદ ને વાધી પ્રીતિ;
દેખી રામને સીતાએ ત્યારે કરી પ્રાર્થના ભયભીત પ્રાણે.
રહી સીતા દેવોને મનાવી બનો પ્રસન્ન શંભુભવાની !
સેવા સફળ તમારી કરો ધનુષ્યની ગુરુતા હરો.
વરદાયક ગણપતિ દેવ, કરી સ્નેહે તમારી સેવ,
સુણી પ્રાર્થના સત્વર મારી હરો ભાર ધનુષનો ભારી.
(દોહરો)
રઘુવર તનને પેખતાં પ્રાર્થતી ધરી ધીર,
ભરી લોચને પ્રેમજલ પુલકાવતી શરીર.