सीता श्रीराम को वरमाला आरोपित करने चली
(चौपाई)
झाँझि मृदंग संख सहनाई । भेरि ढोल दुंदुभी सुहाई ॥
बाजहिं बहु बाजने सुहाए । जहँ तहँ जुबतिन्ह मंगल गाए ॥१॥
सखिन्ह सहित हरषी अति रानी । सूखत धान परा जनु पानी ॥
जनक लहेउ सुखु सोचु बिहाई । पैरत थकें थाह जनु पाई ॥२॥
श्रीहत भए भूप धनु टूटे । जैसें दिवस दीप छबि छूटे ॥
सीय सुखहि बरनिअ केहि भाँती । जनु चातकी पाइ जलु स्वाती ॥३॥
रामहि लखनु बिलोकत कैसें । ससिहि चकोर किसोरकु जैसें ॥
सतानंद तब आयसु दीन्हा । सीताँ गमनु राम पहिं कीन्हा ॥४॥
(दोहा)
संग सखीं सुदंर चतुर गावहिं मंगलचार ।
गवनी बाल मराल गति सुषमा अंग अपार ॥ २६३ ॥
સીતા રામને વરમાળા પહેરાવવા જાય છે
ઝાંઝ પખાજ ઢોલ ને શંખ, શરણાઇ નગારાં મૃદંગ,
વાદ્ય વિવિધ રસાત્મક વાગ્યાં, ગીત સુંદરીએ મધુ ગાયાં.
સખી સહિત આનંદી રાણી સૂકા ધાને પડે જેમ પાણી;
રાજા શોક તજી સુખ પામ્યા, તર્કવિતર્ક સર્વ વિરામ્યા;
તરતાં શ્રમિત થયેલા કોઇ જેમ આધાર ભૂમિનો જોઇ.
બન્યા નિસ્તેજ સઘળા ભૂપ દીપ દિવસે થતા જેમ ચૂપ.
મુખ સીતાનું વર્ણવું કેમ, સ્વાતિજળ પામી ચાતકી જેમ.
પેખે ચંદ્રને જેમ ચકોર પેખે લક્ષ્મણ ભાવવિભોર
તેમ રામને દિવ્ય કિશોર, ધનભંડારને જેમ ચોર.
(દોહરો)
શતાનંદ આદેશથી વૈદેહી ચાલી,
રામ તરફ અભિનવ રસે ઉમંગમાં મ્હાલી.
સંગ સખી સુંદર ચતુર ગાતી મંગલ ગાન;
અપાર શોભા અંગની બાલસિંહની ચાલ.