Wednesday, 25 December, 2024

Splendor of Mithila

143 Views
Share :
Splendor of Mithila

Splendor of Mithila

143 Views

मिथिला नगरी का अनुपम सौंदर्य
 
(चौपाई)
बनइ न बरनत नगर निकाई । जहाँ जाइ मन तहँइँ लोभाई ॥
चारु बजारु बिचित्र अँबारी । मनिमय बिधि जनु स्वकर सँवारी ॥१॥

धनिक बनिक बर धनद समाना । बैठ सकल बस्तु लै नाना ॥
चौहट सुंदर गलीं सुहाई । संतत रहहिं सुगंध सिंचाई ॥२॥

मंगलमय मंदिर सब केरें । चित्रित जनु रतिनाथ चितेरें ॥
पुर नर नारि सुभग सुचि संता । धरमसील ग्यानी गुनवंता ॥३॥

अति अनूप जहँ जनक निवासू । बिथकहिं बिबुध बिलोकि बिलासू ॥
होत चकित चित कोट बिलोकी । सकल भुवन सोभा जनु रोकी ॥४॥

(दोहा)
धवल धाम मनि पुरट पट सुघटित नाना भाँति ।
सिय निवास सुंदर सदन सोभा किमि कहि जाति ॥ २१३ ॥
 
મિથિલા નગરીની શોભાનું વર્ણન
 
પુરસૌન્દર્ય એવું સોહાય મન જોઇજોઇને મોહાય,
એનું વર્ણન કેમ કરાય, જડ લોચન તોય લોભાય.
 
જ્યાં ત્યાં ચારુ બજાર અટારી મણિમય ને અદભુત ન્યારી.
હોય બ્રહ્માએ પોતે બનાવી જાણે સુંદરતાથી સજાવી.
 
હોય જાણે કુબેર ધનિક બેઠા સંપત્તિવાળા વણિક.
શેરી સોહામણી ચૌટાં ચારુ, છાંટયું દ્રવ્ય સુવાસિત ન્યારું.
 
ઘર સુંદર મંગલ કેવાં ચીતર્યાં રતિનાથે એવાં
અર્પે આહલાદ આકર્ષક મન આત્માને સંતર્પક.
 
પુરનાં નરનારી પવિત્ર શીલ સુંદરતાજ સચિત્ર;
ધર્મવાન જ્ઞાની ગુણવંત, નવ ઉદાત્તતાનો અંત.
 
અતિ અનુપમ જનકનિવાસ ત્યાંના આહલાદ શ્રેષ્ઠ વિલાસ
દેખી દેવને વિસ્મય થાય બુદ્ધિ પંડિતનીય ડઘાય.
 
રમ્ય રાજપ્રાસાદનો કોટ એની શોભાતણી ના ખોટ,
ત્રિભુવનની સુંદરતા જાણે બની કેન્દ્રિત એના પ્રાણે.
 
(દોહરો)         
સુવર્ણ મણિજડિત છે પડદા હર્મ્યમહીં,
ધવલ ધામ સમતા કરે કોઇ ધામ નહીં.
 
સીતાનું સુંદર સદન પ્રાસાદ પુનિત તે
શોભે સર્વથકી અધિક, વર્ણવી શકું શે ?

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *