सीता की मनोस्थिति
(चौपाई)
नीकें निरखि नयन भरि सोभा । पितु पनु सुमिरि बहुरि मनु छोभा ॥
अहह तात दारुनि हठ ठानी । समुझत नहिं कछु लाभु न हानी ॥१॥
सचिव सभय सिख देइ न कोई । बुध समाज बड़ अनुचित होई ॥
कहँ धनु कुलिसहु चाहि कठोरा । कहँ स्यामल मृदुगात किसोरा ॥२॥
बिधि केहि भाँति धरौं उर धीरा । सिरस सुमन कन बेधिअ हीरा ॥
सकल सभा कै मति भै भोरी । अब मोहि संभुचाप गति तोरी ॥३॥
निज जड़ता लोगन्ह पर डारी । होहि हरुअ रघुपतिहि निहारी ॥
अति परिताप सीय मन माही । लव निमेष जुग सब सय जाहीं ॥४॥
(दोहा)
प्रभुहि चितइ पुनि चितव महि राजत लोचन लोल ।
खेलत मनसिज मीन जुग जनु बिधु मंडल डोल ॥ २५८ ॥
રામને નિહાળતાં સીતાના મનની સ્થિતિ
શોભા રામની આંખે ભરીને પણ પિતાનું યાદ કરીને,
થયો સીતાના મનમાં ક્ષોભ, લાગ્યો પ્રાણને કેવો લોભ;
લાગી હઠ કઠોર પિતાની લાભહાનિને સમજ્યા વિનાની.
કોઇ મંત્રી સલાહ ના આપે, ભયને લીધે ભ્રાંતિ ના કાપે;
વિદ્વાનોની સભામાં આવું થાય અનુચિત નિંદ્ય નઠારું.
ધનુ કુલિશથકી ક્યાં કઠોર, મૃદુ ગાત્ર ક્યાં શ્યામ કિશોર,
કેમ ધીરજ હૃદયે ધારું કેમ ભીતિ કે સંશય ટાળું;
શિરીષ પુષ્પ પાંખડીએ હીરો વીંધે કેમ મળીને વીરો ?
શંભુચાપ તારો જ આધાર, હવે વરસ કૃપાતણી ધાર,
તારી જડતાને જન પર નાખી રઘુવીરને લક્ષમાં રાખી
બન છેક જ હલકું આજે મારી પ્રાર્થના સુણવી છાજે.
કર્યો સીતાએ સંતાપ, થતી ઉરમાં અશાંતિ અમાપ,
જતી નિમિષ સો યુગ જેવી બની દશા દયનીય એવી.
(દોહરો)
જોતી ધરતી તરફ ને જોતી રામ વળી,
ચંચળ સીતાનાં નયન લોલ રહેલ ફરી,
વિધુમંડળના પાત્રમાં કામદેવનાં બે
મીન હોય ખેલી રહ્યાં એવાં લાગ્યાં એ.