Sunday, 8 September, 2024

The battle continue

102 Views
Share :
The battle continue

The battle continue

102 Views

युद्ध का वर्णन
 
अंतरधान भयउ छन एका । पुनि प्रगटे खल रूप अनेका ॥
रघुपति कटक भालु कपि जेते । जहँ तहँ प्रगट दसानन तेते ॥१॥
 
देखे कपिन्ह अमित दससीसा । जहँ तहँ भजे भालु अरु कीसा ॥
भागे बानर धरहिं न धीरा । त्राहि त्राहि लछिमन रघुबीरा ॥२॥
 
दहँ दिसि धावहिं कोटिन्ह रावन । गर्जहिं घोर कठोर भयावन ॥
डरे सकल सुर चले पराई । जय कै आस तजहु अब भाई ॥३॥
 
सब सुर जिते एक दसकंधर । अब बहु भए तकहु गिरि कंदर ॥
रहे बिरंचि संभु मुनि ग्यानी । जिन्ह जिन्ह प्रभु महिमा कछु जानी ॥४॥
 
(छंद)
जाना प्रताप ते रहे निर्भय कपिन्ह रिपु माने फुरे ।
चले बिचलि मर्कट भालु सकल कृपाल पाहि भयातुरे ॥
हनुमंत अंगद नील नल अतिबल लरत रन बाँकुरे ।
मर्दहिं दसानन कोटि कोटिन्ह कपट भू भट अंकुरे ॥
 
(दोहा)
सुर बानर देखे बिकल हँस्यो कोसलाधीस ।
सजि सारंग एक सर हते सकल दससीस ॥ ९६ ॥
 
યુદ્ધનું વર્ણન
 
અંતર્ધાન થયો ક્ષણ એક, પ્રગટાવ્યાં ને રૂપ અનેક;
વાનરભાલુ હતા જ્યાં જ્યાં રાવણ પ્રગટ થયો ત્યાં ત્યાં.
 
અસંખ્ય અવલોકી દસશીશ ચોદિશ ભયથી પાડી ચીસ,
ભાગ્યા વાનર છોડી ધીર ત્રાહિ કહી લક્ષ્મણ રઘુવીર.
 
દસે દિશામાં દોડી રહ્યા કોટિ દશાનન ગરજી ઘણા,
ઘોર ભયંકર ક્રૂર કઠોર; દેવો કરવા લાગ્યા શોર.
 
જીત્યા દેવ રાવણે એક, આ તો રાવણ થયા અનેક;
ડરી દેવ ગિરિગુફામહીં, વસવા આતુર રહ્યા થઈ.
 
(છંદ)
મુનિઓ જ જ્ઞાની શંભુબ્રહ્મા પ્રભુતણો મહિમા કળી,
લવલેશ ત્યાં ઊભા રહ્યા; ભયભીત વાનર સૌ બન્યા;
સમજ્યા અસત્ય ન શત્રુને, વ્યાકુળ બની નાસી ગયા;
નલ-નીલ અંગદ પવનસુત રિપુને રણે મસળી રહ્યા.
 
(દોહરો)   
સુર વાનર દેખી વિકળ હસ્યા કોશલાધીશ,
સારંગ સજી એક શર હણ્યા સકળ દસશીશ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *