भक्ति का महिमा
एक पिता के बिपुल कुमारा । होहिं पृथक गुन सील अचारा ॥
कोउ पंडिंत कोउ तापस ग्याता । कोउ धनवंत सूर कोउ दाता ॥१॥
कोउ सर्बग्य धर्मरत कोई । सब पर पितहि प्रीति सम होई ॥
कोउ पितु भगत बचन मन कर्मा । सपनेहुँ जान न दूसर धर्मा ॥२॥
सो सुत प्रिय पितु प्रान समाना । जद्यपि सो सब भाँति अयाना ॥
एहि बिधि जीव चराचर जेते । त्रिजग देव नर असुर समेते ॥३॥
अखिल बिस्व यह मोर उपाया । सब पर मोहि बराबरि दाया ॥
तिन्ह महँ जो परिहरि मद माया । भजै मोहि मन बच अरू काया ॥४॥
(दोहा)
पुरूष नपुंसक नारि वा जीव चराचर कोइ ।
सर्ब भाव भज कपट तजि मोहि परम प्रिय सोइ ॥ ८७(क) ॥
(सोरठा)
सत्य कहउँ खग तोहि सुचि सेवक मम प्रानप्रिय ।
अस बिचारि भजु मोहि परिहरि आस भरोस सब ॥ ८७(ख) ॥
ભક્તિનો મહિમા
એક પિતાના વિપુલ કુમાર હોય વિવિધ ગુણશીલ આચાર,
પંડિત તાપસ કે વિદ્વાન શૂરવીર દાતા ધનવાન;
કો સર્વજ્ઞ ધર્મરત કો, સમ રાખે પ્રેમ પિતા તો;
તન મન વચને પરંતુ જે ભક્ત પિતાનો નિશદિન તે,
પિતા ગણે તે પ્રાણ સમાન હોય ભલેને ના વિદ્વાન;
એમ જ જીવ ચરાચર જે દાનવ દેવ મનુજ સૌ છે.
અખિલ જગત આ મેં જ કર્યું, દયાથકી છે ખરે ભર્યું,
એમાં માયા માન તજે તનમનવચને મને ભજે.
(દોહરો)
પુરુષ નપુંસક નાર કે જીવ ચરાચર જે,
કપટ તજી સૌ ભાવથી, મને પરમપ્રિય તે.
સત્ય જણાવું છું તને શુચિ સેવક મુજ પ્રાણપ્રિય;
એમ વિચારી ભજ મને તજતાં આશ ભરોસ સૌ.