Thursday, 19 September, 2024

The path of devotion

90 Views
Share :
The path of devotion

The path of devotion

90 Views

भक्ति का प्रताप
 
कहेउँ ग्यान सिद्धांत बुझाई । सुनहु भगति मनि कै प्रभुताई ॥
राम भगति चिंतामनि सुंदर । बसइ गरुड़ जाके उर अंतर ॥१॥
 
परम प्रकास रूप दिन राती । नहिं कछु चहिअ दिआ घृत बाती ॥
मोह दरिद्र निकट नहिं आवा । लोभ बात नहिं ताहि बुझावा ॥२॥
 
प्रबल अबिद्या तम मिटि जाई । हारहिं सकल सलभ समुदाई ॥
खल कामादि निकट नहिं जाहीं । बसइ भगति जाके उर माहीं ॥३॥
 
गरल सुधासम अरि हित होई । तेहि मनि बिनु सुख पाव न कोई ॥
ब्यापहिं मानस रोग न भारी । जिन्ह के बस सब जीव दुखारी ॥४॥
 
राम भगति मनि उर बस जाकें । दुख लवलेस न सपनेहुँ ताकें ॥
चतुर सिरोमनि तेइ जग माहीं । जे मनि लागि सुजतन कराहीं ॥५॥
 
सो मनि जदपि प्रगट जग अहई । राम कृपा बिनु नहिं कोउ लहई ॥
सुगम उपाय पाइबे केरे । नर हतभाग्य देहिं भटमेरे ॥६॥
 
पावन पर्बत बेद पुराना । राम कथा रुचिराकर नाना ॥
मर्मी सज्जन सुमति कुदारी । ग्यान बिराग नयन उरगारी ॥७॥
 
भाव सहित खोजइ जो प्रानी । पाव भगति मनि सब सुख खानी ॥
मोरें मन प्रभु अस बिस्वासा । राम ते अधिक राम कर दासा ॥८॥
 
राम सिंधु घन सज्जन धीरा । चंदन तरु हरि संत समीरा ॥
सब कर फल हरि भगति सुहाई । सो बिनु संत न काहूँ पाई ॥९॥
 
अस बिचारि जोइ कर सतसंगा । राम भगति तेहि सुलभ बिहंगा ॥१०॥
 
(दोहा)
ब्रह्म पयोनिधि मंदर ग्यान संत सुर आहिं ।
कथा सुधा मथि काढ़हिं भगति मधुरता जाहिं ॥ १२०(क) ॥ 
 
बिरति चर्म असि ग्यान मद लोभ मोह रिपु मारि ।
जय पाइअ सो हरि भगति देखु खगेस बिचारि ॥ १२०(ख) ॥
 
ભક્તિનો પ્રતાપ
 
કહ્યો સમજાવી જ્ઞાન સિદ્ધાંત, હવે સાંભળો ભક્તિપ્રતાપ;
રામભક્તિ ચિંતામણિ ન્યારો વસે જેના હૃદયમાં રૂપાળો.
 
વિના દીપક ઘી કે દિવેટ પામે દિનરાત તે તો તેજ,
મોહદૈન્ય નિકટ ના આવે લોભવાયુ ના એને બુઝાવે.
 
તમ અજ્ઞાનનું ટળી જાય, હારે સકલ શલભ સમુદાય,
ખલ કામાદિ નિકટ ન આવે વસે ભક્તિ જેના ઉર માંહે.
 
વિષ અમૃત શત્રુ મિત્ર થાય, પામી મણિ તે સુખી બની જાય,
વ્યાપે માનસરોગ ન ભારે જેથી જીવો દુ:ખી છે વધારે.
 
મણિ રામભક્તિનો જે ઉરમાં તેને શોક નથી કોઈ સ્થળમાં;
તે જ ચતુર શિરોમણિ જન જેનું મણિના પ્રયત્નમાં મન.
 
મણિ પ્રગટ જગતમાં સોઈ, નવ પામે કૃપા વિના કોઈ;
એને સુગમ મેળવવાના માર્ગ કિન્તુ અપનાવે ના હતભાગ્ય.
 
ગિરિ પાવન વેદપુરાણ કથા રામની સુંદર ખાણ;
મર્મી સજ્જન સુમતિ કુદારી, જ્ઞાન વૈરાગ્યની આંખ ન્યારી.
 
શોધે સ્નેહથી જે કોઈ પ્રાણ પામે ભક્તિ તે સૌ સુખખાણ;
મારા મનમાં એવો છે વિશ્વાસ રામ કરતાં અધિક રામદાસ.
 
રામસિંધુ સજ્જન ધન ધીર, હરિ ચંદન સંત સમીર;
ફળ હરિભક્તિ સૌનું મનાય, તેને સંત વિના ન પમાય.
 
(દોહરો)
એમ વિચારી જે કરે સદાકાજ સત્સંગ,
રામભક્તિ તેને થતી સાચે સુલભ વિહંગ !
*
બ્રહ્મ પયોનિધિ, મંદર જ્ઞાન, સંત છે દેવ,
કથા સુધા તે પામતા, મધુમંથનની ટેવ.
 
મધુરતા રહે ભક્તિની તે નવનીત મહીં,
જે ચાખે તેને કદી ચિંતા થાય નહીં.
 
વિરતિ ઢાલ  ને જ્ઞાનની તલવારે મારે,
લોભ મોહ મદ શત્રુને, પામે જય ભારે,
હરિભક્તિની શક્તિ તે કહી આજ પ્યારે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *