Monday, 23 December, 2024

The path of devotion is easier

121 Views
Share :
The path of devotion is easier

The path of devotion is easier

121 Views

भक्तिमार्ग सुगम है
 
ग्यान पंथ कृपान कै धारा । परत खगेस होइ नहिं बारा ॥
जो निर्बिघ्न पंथ निर्बहई । सो कैवल्य परम पद लहई ॥१॥
 
अति दुर्लभ कैवल्य परम पद । संत पुरान निगम आगम बद ॥
राम भजत सोइ मुकुति गोसाई । अनइच्छित आवइ बरिआई ॥२॥
 
जिमि थल बिनु जल रहि न सकाई । कोटि भाँति कोउ करै उपाई ॥
तथा मोच्छ सुख सुनु खगराई । रहि न सकइ हरि भगति बिहाई ॥३॥
 
अस बिचारि हरि भगत सयाने । मुक्ति निरादर भगति लुभाने ॥
भगति करत बिनु जतन प्रयासा । संसृति मूल अबिद्या नासा ॥४॥
 
भोजन करिअ तृपिति हित लागी । जिमि सो असन पचवै जठरागी ॥
असि हरिभगति सुगम सुखदाई । को अस मूढ़ न जाहि सोहाई ॥५॥
 
(दोहा)
सेवक सेब्य भाव बिनु भव न तरिअ उरगारि ॥
भजहु राम पद पंकज अस सिद्धांत बिचारि ॥ ११९(क) ॥ 
 
जो चेतन कहँ ज़ड़ करइ ज़ड़हि करइ चैतन्य ।
अस समर्थ रघुनायकहिं भजहिं जीव ते धन्य ॥ ११९(ख) ॥
 
ભક્તિમાર્ગ સુગમ છે
 
(દોહરો)
જ્ઞાનપંથને કઠિન છે કહ્યો કૃપણની ધાર,
પડતાં તેની ઉપરથી નથી લાગતી વાર.
 
એ પંથે આગળ વધે સારી પેઠે જે,
પામી લે કૈવલ્યરૂપ દિવ્ય પરમપદ તે.
*
અતિદુર્લભ કૈવલ્ય પદ પરમ, કહે પુરાણ સંત નિગમાગમ;
રામભક્તિથી મુક્તિ પણ પરમ મળી જાય માગ્યા વિના સ્વયમ્.
 
અસંખ્ય કોઈ કરે ઉપાય સ્થળવિણ જળ ના રહે જરાય;
હરિભક્તિ વિના ના જ મળે તેમ મોક્ષસુખ ના જ ઠરે.
 
એમ વિચારી હરિના ભક્ત પ્રભુના પ્રેમમહીં અનુરક્ત,
અનાદર કરી મુક્તિતણો લોભ ભક્તિનો કરે ઘણો,
થાય ભક્તિથી વિનાપ્રયાસ સંસૃતિમૂળ અવિદ્યાનાશ.
 
(દોહરો)
તૃપ્તિકાજ ભોજન થતું જઠરાગ્નિ પચવે,
આપોઆપ જ ભક્તિ પણ તારે તેમ ભવે.
 
ભક્તિ સુગમ સુખદાયિની જેને ન ગમે લેશ,
વિમૂઢ એવો માનવી કોણ હશે વિહગેશ ?
 
સેવક સેવ્ય ભાવ વિણ ના સંસાર તરાય,
ભજો રામપદપંકજ સમજી એમ સદાય.
 
જે ચેતનને જડ કરે જડને ને ચૈતન્ય,
એવા સમર્થ રામને ભજે જીવ તે ધન્ય.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *