Monday, 16 September, 2024

The story of Kakbhushundi’s previous birth

101 Views
Share :
The story of Kakbhushundi’s previous birth

The story of Kakbhushundi’s previous birth

101 Views

काकभुशुंडी के पूर्वजन्म की कहानी
 
स्वारथ साँच जीव कहुँ एहा । मन क्रम बचन राम पद नेहा ॥
सोइ पावन सोइ सुभग सरीरा । जो तनु पाइ भजिअ रघुबीरा ॥१॥
 
राम बिमुख लहि बिधि सम देही । कबि कोबिद न प्रसंसहिं तेही ॥
राम भगति एहिं तन उर जामी । ताते मोहि परम प्रिय स्वामी ॥२॥
 
तजउँ न तन निज इच्छा मरना । तन बिनु बेद भजन नहिं बरना ॥
प्रथम मोहँ मोहि बहुत बिगोवा । राम बिमुख सुख कबहुँ न सोवा ॥३॥
 
नाना जनम कर्म पुनि नाना । किए जोग जप तप मख दाना ॥
कवन जोनि जनमेउँ जहँ नाहीं । मैं खगेस भ्रमि भ्रमि जग माहीं ॥४॥
 
देखेउँ करि सब करम गोसाई । सुखी न भयउँ अबहिं की नाई ॥
सुधि मोहि नाथ जन्म बहु केरी । सिव प्रसाद मति मोहँ न घेरी ॥५॥
 
(दोहा)
प्रथम जन्म के चरित अब कहउँ सुनहु बिहगेस ।
सुनि प्रभु पद रति उपजइ जातें मिटहिं कलेस ॥ ९६(क) ॥ 
 
पूरुब कल्प एक प्रभु जुग कलिजुग मल मूल ॥
नर अरु नारि अधर्म रत सकल निगम प्रतिकूल ॥ ९६(ख) ॥
 
કાકભુશુંડિજીના પૂર્વજન્મની વાત
 
સાચો સ્વાર્થ જીવનો એ જ મનક્રમવચન રામપદનેહ;
અતિપવિત્ર એ સુભગ શરીર ભજાય જે પામી રઘુવીર.
 
રામવિમુખ બ્રહ્મા પણ બને કવિ તોપણ ન પ્રશંસા કરે;
રામભક્તિ આ તનમાં ઠરી પ્રીતિ એટલે એની કરી.
 
ઈચ્છામરણ છતાં તન ધર્યું, તનવિણ ભજન ન પ્રભુનું થતું ;
મોહે દુર્ગતિ પૂર્વે કરી રામવિમુખ ના શાંતિ મળી.
 
અનેક જન્મ કર્યાં બહુ કર્મ યોગ દાન જપ તપ મખ ધર્મ,
કયી યોનિમાં જન્મ્યો નહીં ભમતાં અનેક વાર અહીં ?
 
કર્મ સર્વ મેં જોયાં કરી, સુખ કે શાંતિ છતાં ના મળી;
સ્મૃતિ અસંખ્ય જન્મોની રહી, મોહિત મતિ નવ થઈ કહીં.
 
(દોહરો)
પ્રથમ જન્મના ચરિતને કહું હવે વિહગેશ,
પ્રભુપદરતિ પ્રગટે તથા જેથી નાસે કલેશ.
 
એક પૂર્વકલ્પે હતો કલિયુગ યુગ મળમૂળ,
અધર્મમાં રત પુરુષસ્ત્રી સકળ નિગમ પ્રતિકૂળ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *