युद्ध का वर्णन
कहँ कोसलाधीस द्वौ भ्राता । धन्वी सकल लोक बिख्याता ॥
कहँ नल नील दुबिद सुग्रीवा । अंगद हनूमंत बल सींवा ॥१॥
कहाँ बिभीषनु भ्राताद्रोही । आजु सबहि हठि मारउँ ओही ॥
अस कहि कठिन बान संधाने । अतिसय क्रोध श्रवन लगि ताने ॥२॥
सर समुह सो छाड़ै लागा । जनु सपच्छ धावहिं बहु नागा ॥
जहँ तहँ परत देखिअहिं बानर । सन्मुख होइ न सके तेहि अवसर ॥३॥
जहँ तहँ भागि चले कपि रीछा । बिसरी सबहि जुद्ध कै ईछा ॥
सो कपि भालु न रन महँ देखा । कीन्हेसि जेहि न प्रान अवसेषा ॥४॥
(दोहा)
दस दस सर सब मारेसि परे भूमि कपि बीर ।
सिंहनाद करि गर्जा मेघनाद बल धीर ॥ ५० ॥
યુદ્ધનું વર્ણન
(દોહરો)
કહ્યું ગરજતાં એહણે સકળ લોકવિખ્યાત,
ધન્વી કોશલરાજસુત ક્યાં છે બંને ભ્રાત ?
ક્યાં નલનીલ દ્ધિવિદ વળી અંગદ ને હનુમાન,
ક્યાં સુગ્રીવ વિભીષણ બંધુદ્રોહમય પ્રાણ ?
આજ સર્વને તેમ તે દ્રોહીને મારું,
બાણ એમ બોલી કઠિન ધનુષ ઉપર ધાયુઁ.
શરસમૂહ છૂટયાં વિવિધ સપક્ષ સર્પસમાં,
સન્મુખ કોઈ ના થયું, વાનર મર્યા ઘણા.
યુદ્ધતણી ઈચ્છા તજી પલાયન થયા સર્વ,
પ્રાણ શેષ કપિના રહ્યા, મટયા બધાંના ગર્વ.
દસદસ શર માર્યા, પડયા પૃથ્વી પર કપિ વીર,
સિંહનાદ કરતો રહ્યો મેઘનાદ રણધીર.