Sunday, 22 December, 2024

There is nothing like helping others

159 Views
Share :
There is nothing like helping others

There is nothing like helping others

159 Views

परहित समान कोई धर्म नहीं
 
पर हित सरिस धर्म नहिं भाई । पर पीड़ा सम नहिं अधमाई ॥
निर्नय सकल पुरान बेद कर । कहेउँ तात जानहिं कोबिद नर ॥१॥
 
नर सरीर धरि जे पर पीरा । करहिं ते सहहिं महा भव भीरा ॥
करहिं मोह बस नर अघ नाना । स्वारथ रत परलोक नसाना ॥२॥
 
कालरूप तिन्ह कहँ मैं भ्राता । सुभ अरु असुभ कर्म फल दाता ॥
अस बिचारि जे परम सयाने । भजहिं मोहि संसृत दुख जाने ॥३॥
 
त्यागहिं कर्म सुभासुभ दायक । भजहिं मोहि सुर नर मुनि नायक ॥
संत असंतन्ह के गुन भाषे । ते न परहिं भव जिन्ह लखि राखे ॥४॥
 
(दोहा)
सुनहु तात माया कृत गुन अरु दोष अनेक ।
गुन यह उभय न देखिअहिं देखिअ सो अबिबेक ॥ ४१ ॥
 
પરહિત એ સર્વશ્રેષ્ઠ ધર્મ છે
 
(દોહરો)
પરહિત સરખો ધર્મ ના પરપીડ સમ પાપ,
નિર્ણય વેદપુરાણનો જાણે બુધજન આપ.
 
નરશરીર ધારી ધરે બીજાને જે પીડ,
સહન કરે તે સર્વદા અતિકરાળ ભવભીડ.
 
મોહસ્વાર્થવશ જે જનો પાતક વિવિધ કરે,
નષ્ટ કરે પરલોક તે આપોઆપ મરે.
 
કર્મફળ શુભાશુભ ધરું કાળ બનીને હું;
ભજે વિવેકી જેમણે જગ દુ:ખયુક્ત ગણ્યું.
 
શુભાશુભ ફળો અર્પતા કર્મોને ત્યાગી,
સુરનર મુનિનાયક મને ભજે બની રાગી.
 
સંત-અસંતતણા ગુણો વિવિધ વર્ણવ્યા મેં,
સમજી લેજે એમને પડે ન ભવમાં તે.
 
માયાકૃત છે જગતમાં ગુણ ને દોષ અનેક;
ગુણ જોવા ના ઉભયને, જોવા એ અવિવેક.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *