Friday, 20 September, 2024

Uttar Kand Doha 101

98 Views
Share :
Uttar Kand  							Doha 101

Uttar Kand Doha 101

98 Views

कलियुग के लक्षण
 
(छंद)
बहु दाम सँवारहिं धाम जती । बिषया हरि लीन्हि न रहि बिरती ॥
तपसी धनवंत दरिद्र गृही । कलि कौतुक तात न जात कही ॥१॥
 
कुलवंति निकारहिं नारि सती । गृह आनिहिं चेरी निबेरि गती ॥
सुत मानहिं मातु पिता तब लौं । अबलानन दीख नहीं जब लौं ॥२॥
 
ससुरारि पिआरि लगी जब तें । रिपरूप कुटुंब भए तब तें ॥
नृप पाप परायन धर्म नहीं । करि दंड बिडंब प्रजा नितहीं ॥३॥
 
धनवंत कुलीन मलीन अपी । द्विज चिन्ह जनेउ उघार तपी ॥
नहिं मान पुरान न बेदहि जो । हरि सेवक संत सही कलि सो ॥४॥
 
कबि बृंद उदार दुनी न सुनी । गुन दूषक ब्रात न कोपि गुनी ॥
कलि बारहिं बार दुकाल परै । बिनु अन्न दुखी सब लोग मरै ॥५॥
 
(दोहा)
सुनु खगेस कलि कपट हठ दंभ द्वेष पाषंड ।
मान मोह मारादि मद ब्यापि रहे ब्रह्मंड ॥ १०१(क) ॥ 
 
तामस धर्म करहिं नर जप तप ब्रत मख दान ।
देव न बरषहिं धरनीं बए न जामहिं धान ॥ १०१(ख) ॥
 
કલિયુગનું વર્ણન
 
બહુ દામથકી કરે ધામ જતી, વિષયે ધી હરી, શુચિ વિરતિ મટી;
તપસી ધનવંત દરિદ્ર ગૃહી, કલિકૌતુક લીલા ના જાય કહી.
 
કુળવાન સતી નિજ સ્ત્રીને તજી નર સેવિકાને રહે નિત્ય ભજી;
સુત ત્યાં સુધી માતપિતાને ગણે જુએ જ્યાં સુધી ના અબલાનનને.
 
પ્રિય સાસરું જ્યારથી છેક બન્યું રિપુસદૃશ કુટુંબ સમસ્ત થયું;
નૃપ પાપપરાયણ ધર્મ વિના નિત દંડતા પીડતા સૌને ઘણા.
 
અતિમલિન ધની કુળવાન બને, ઉપવીતને સૌ દ્વિજચિહ્ન ગણે;
કહે તાપસ નગ્ન શરીરથકી, જેને વેદપુરાણનું માન નથી,
હરિસેવક સંત ગણાય છે તે, કલિકાળનું કૌતુક અદભુત એ.
 
કવિવૃંદ છે, દાતા ઉદાર નહીં, પરદોષ જુએ, ન ગુણજ્ઞ કહીં ;
કલિમાં બહુ વાર અકાળ પડે, જન અન્ન વિના બની આર્ત મરે.
 
(દોહરો)
કલિયુગમાં છળકપટ હઠ દંભ દ્વેષ પાખંડ,
માન મોહ મારાદિ મદ વ્યાપે છે બ્રહ્માંડ.
 
તાપસભાવે સૌ કરે જપતપ વ્રત મખદાન,
વરસે ના વરસાદ ને વાવ્યું થાય ન ધાન.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *