कलियुग के लक्षण
(छंद)
अबला कच भूषन भूरि छुधा । धनहीन दुखी ममता बहुधा ॥
सुख चाहहिं मूढ़ न धर्म रता । मति थोरि कठोरि न कोमलता ॥१॥
नर पीड़ित रोग न भोग कहीं । अभिमान बिरोध अकारनहीं ॥
लघु जीवन संबतु पंच दसा । कलपांत न नास गुमानु असा ॥२॥
कलिकाल बिहाल किए मनुजा । नहिं मानत क्वौ अनुजा तनुजा ।
नहिं तोष बिचार न सीतलता । सब जाति कुजाति भए मगता ॥३॥
इरिषा परुषाच्छर लोलुपता । भरि पूरि रही समता बिगता ॥
सब लोग बियोग बिसोक हुए । बरनाश्रम धर्म अचार गए ॥४॥
दम दान दया नहिं जानपनी । जड़ता परबंचनताति घनी ॥
तनु पोषक नारि नरा सगरे । परनिंदक जे जग मो बगरे ॥५॥
(दोहा)
सुनु ब्यालारि काल कलि मल अवगुन आगार ।
गुनउँ बहुत कलिजुग कर बिनु प्रयास निस्तार ॥ १०२(क) ॥
कृतजुग त्रेता द्वापर पूजा मख अरु जोग ।
जो गति होइ सो कलि हरि नाम ते पावहिं लोग ॥ १०२(ख) ॥
કલિયુગનું વર્ણન
સ્ત્રીનું ભૂષણ કેશ, ના તૃપ્તિ પામે તે,
દ્રવ્યહીન મમતાથકી તપ્ત બને કેમે.
મૂઢ ચહે સુખને છતાં ધર્મરત બને ના,
કઠોર અલ્પ વિચારની, તજતી કોમળતા.
(સોરઠા)
નર વ્યાધિથી ગ્રસ્ત સુખી ન કહીં, અભિમાનવિરોધ રહે છે વહી;
લઘુ જીવન વર્ષ પચાસતણું તોયે જીવવાકેરું ગુમાન ઘણું.
કલિકાળે બેહાલ કર્યા જનને અનુજાતનુજાને ન કોઈ ગણે;
નવ તોષ વિચાર કે શીતળતા, બન્યા માગણ જાતિકુજાતિ બધા.
*
(દોહરો)
ઈર્ષા કટુવચનો અને લાલચ અપરંપાર,
વિયોગશોકે સૌ મરે, રહ્યો ન સમતાસાર.
વર્ણાશ્રમ ધર્મો ગયા દાન દયા દમ જ્ઞાન,
જડતા પ્રવંચના વધી, સંતપ્ત થયા પ્રાણ.
તનપોષક પૂજક બન્યાં નરનારી સઘળે,
પરનિંદક જગમાં વધ્યાં સ્વાર્થી સ્થળે સ્થળે.
કલિકાળ કહ્યો ગરુડ હે, મલ અવગુણ આગાર;
ગુણ વિશિષ્ટ એનો કહ્યો અનાયાસ નિસ્તાર.
સતયુગ ત્રેતા દ્વાપરે પૂજામખ ને યોગ,
જે દે તે ગતિ મેળવે કલિમાં નામે લોક.