काकभुशुंडी ने रामकथा को विराम दिया
सुमिरि राम के गुन गन नाना । पुनि पुनि हरष भुसुंडि सुजाना ॥
महिमा निगम नेति करि गाई । अतुलित बल प्रताप प्रभुताई ॥१॥
सिव अज पूज्य चरन रघुराई । मो पर कृपा परम मृदुलाई ॥
अस सुभाउ कहुँ सुनउँ न देखउँ । केहि खगेस रघुपति सम लेखउँ ॥२॥
साधक सिद्ध बिमुक्त उदासी । कबि कोबिद कृतग्य संन्यासी ॥
जोगी सूर सुतापस ग्यानी । धर्म निरत पंडित बिग्यानी ॥३॥
तरहिं न बिनु सेएँ मम स्वामी । राम नमामि नमामि नमामी ॥
सरन गएँ मो से अघ रासी । होहिं सुद्ध नमामि अबिनासी ॥४॥
(दोहा)
जासु नाम भव भेषज हरन घोर त्रय सूल ।
सो कृपालु मोहि तो पर सदा रहउ अनुकूल ॥ १२४(क) ॥
सुनि भुसुंडि के बचन सुभ देखि राम पद नेह ।
बोलेउ प्रेम सहित गिरा गरुड़ बिगत संदेह ॥ १२४(ख) ॥
કાકભુશુંડિજી રામકથાને વિરામ આપે છે
(દોહરો)
રામતણાં ગુણગાનને સ્મરતાં ફરીફરી,
ભુશુંડિ પ્રાજ્ઞ પરમ ગયા હર્ષે દિવ્ય મળી.
મહિમા ગાયો જેમનો વેદે નેતિ કહી,
અતુલિત બલ છે જેમનું પ્રભુત્વ ચરિત વળી.
ચરણ જેમનાં પૂજ્ય છે શિવ બ્રહ્મા માટે,
દયા તેમની, તેમણે મૂક્યો કર માથે.
મૃદુસ્વભાવ દેખાય ના સુણાય એવું કયાંય,
કોને રઘુપતિ રામ ગણું ખગેશ, આ જગ માહ્ય.
સાધક સિદ્ધ વિરક્ત કે મુક્ત મહાજન જે,
કવિ કૃતાર્થ કોવિદ વળી સંન્યાસી સૌ તે.
યોગી તાપસ સૂર ને જ્ઞાની વિજ્ઞાની,
ધર્મનિષ્ઠ પંડિત ભજે જો ના મુજસ્વામી,
તરે તો નહીં સિંધુને મુક્તિને પામી.
આશ્રય લેતાં જેમનો મુજ શા અઘભંડાર,
શુદ્ધ બને તે રામને વંદન વારંવાર.
નામ જેમનું ભેષજ ભવનું હરે ત્રિશૂલ,
કૃપાલુ તે હો આપણા ઉપર સદા અનુકૂલ.
ભુશુંડિનાં વચનો સુણી પેખી પ્રભુનો નેહ,
બોલ્યા સ્નેહ સહિત ગિરા ગરુડ વિગત સંદેહ.