रामकथा का प्रारंभ
तेहिं गिरि रुचिर बसइ खग सोई । तासु नास कल्पांत न होई ॥
माया कृत गुन दोष अनेका । मोह मनोज आदि अबिबेका ॥१॥
रहे ब्यापि समस्त जग माहीं । तेहि गिरि निकट कबहुँ नहिं जाहीं ॥
तहँ बसि हरिहि भजइ जिमि कागा । सो सुनु उमा सहित अनुरागा ॥२॥
पीपर तरु तर ध्यान सो धरई । जाप जग्य पाकरि तर करई ॥
आँब छाहँ कर मानस पूजा । तजि हरि भजनु काजु नहिं दूजा ॥३॥
बर तर कह हरि कथा प्रसंगा । आवहिं सुनहिं अनेक बिहंगा ॥
राम चरित बिचीत्र बिधि नाना । प्रेम सहित कर सादर गाना ॥४॥
सुनहिं सकल मति बिमल मराला । बसहिं निरंतर जे तेहिं ताला ॥
जब मैं जाइ सो कौतुक देखा । उर उपजा आनंद बिसेषा ॥५॥
(दोहा)
तब कछु काल मराल तनु धरि तहँ कीन्ह निवास ।
सादर सुनि रघुपति गुन पुनि आयउँ कैलास ॥ ५७ ॥
રામકથાનો પ્રારંભ
એ જ ગિરિમાં વસે ખગ એક, નાશ એનો ના કલ્પાંતે છેક;
મોહ મનોજ અને અવિવેક માયાકૃત ગુણદોષ અનેક.
રહ્યા વ્યાપી સકળ જગમાંહી, પહોંચે ગિરિની નિકટ તે નાહીં;
ભજે હરિને વસી ત્યાં કાગ દિનરાત સહિત અનુરાગ.
ધ્યાન પિપ્પલ તરુએ ધરે છે, જપ પીપલ વૃક્ષે કરે છે,
પૂજા માનસ આમ્રની છાંયે, કામ ભજન વિના નવ કાંયે.
વટવૃક્ષે કથાના પ્રસંગ સુણવા આવે વિભિન્ન વિહંગ;
રામચરિત વિચિત્ર રસાળ, કરે સાદર સ્નેહથી ગાન.
સુણે સકળ સન્મતિના મરાલ વસે શાંત પ્રસન્ન જે તાલ;
જ્યારે કૌતુકને મેં જોયું થયો આનંદ ને મન મોહ્યું.
(દોહરો)
મરાલ તન ધારી કર્યો થોડો મેં ત્યાં વાસ,
સાદર રઘુપતિગુણ સુણી પહોંચ્યો ને કૈલાસ.