Friday, 3 January, 2025

Uttar Kand Doha 67

142 Views
Share :
Uttar Kand  							Doha 67

Uttar Kand Doha 67

142 Views

काकभुशुंडी गरुडजी को रामकथा सुनाते है
 
जेहि बिधि कपिपति कीस पठाए । सीता खोज सकल दिसि धाए ॥
बिबर प्रबेस कीन्ह जेहि भाँती । कपिन्ह बहोरि मिला संपाती ॥१॥
 
सुनि सब कथा समीरकुमारा । नाघत भयउ पयोधि अपारा ॥
लंकाँ कपि प्रबेस जिमि कीन्हा । पुनि सीतहि धीरजु जिमि दीन्हा ॥२॥
 
बन उजारि रावनहि प्रबोधी । पुर दहि नाघेउ बहुरि पयोधी ॥
आए कपि सब जहँ रघुराई । बैदेही कि कुसल सुनाई ॥३॥
 
सेन समेति जथा रघुबीरा । उतरे जाइ बारिनिधि तीरा ॥
मिला बिभीषन जेहि बिधि आई । सागर निग्रह कथा सुनाई ॥४॥
 
(दोहा)
सेतु बाँधि कपि सेन जिमि उतरी सागर पार ।
गयउ बसीठी बीरबर जेहि बिधि बालिकुमार ॥ ६७(क) ॥ 
 
निसिचर कीस लराई बरनिसि बिबिध प्रकार ।
कुंभकरन घननाद कर बल पौरुष संघार ॥ ६७(ख) ॥
 
કાકભુશુંડિજી રામકથા સંભળાવે છે
 
(દોહરો)
કપિપતિના આદેશથી સીતાજીની ખોજ,
કરવા વાનર ઊપડયા વિવિધ દિશામાં રોજ,
વિવરપ્રવેશ કહી કહ્યો સંપાતીનો બોધ.
*
સુણી કથાને પવનકુમાર કરી ગયા અર્ણવને પાર;
પ્રવેશ પુરમાં કપિએ કરી વૈદેહીને ધીરજ ધરી.
 
અશોકવનને ઉજ્જડ કર્યું મળી દશાનન પુરને દહ્યું;
કપિસહ પહોંચી રઘુપતિ પાસ કુશળ કહ્યા સીતાના ખાસ.
 
સૈન્યસમેત જેમ રઘુવીર ગયા પહોંચી સાગરતીર;
વિભીષણ મિલન સાગરદમન, કર્યું કથાનું રસથી કથન.
 
(દોહરો)
સેતુ રચી સેના પછી ઊતરી સાગરપાર,
દૂત બની પુરમાં ગયા દુર્જય વાલિકુમાર.
 
રાક્ષસ વાનર યુદ્ધનું વર્ણન વિવિધ પ્રકાર,
કુંભકર્ણ ઘનનાદનાં બળ પૌરુષ સંહાર.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *