Vasistha and Janak meet Bharat
By-Gujju01-05-2023
Vasistha and Janak meet Bharat
By Gujju01-05-2023
कुलगुरू वशिष्ठ और महाराजा जनक भरत को मिले
सुनि तन पुलकि नयन भरि बारी । बोले भरतु धीर धरि भारी ॥
प्रभु प्रिय पूज्य पिता सम आपू । कुलगुरु सम हित माय न बापू ॥१॥
कौसिकादि मुनि सचिव समाजू । ग्यान अंबुनिधि आपुनु आजू ॥
सिसु सेवक आयसु अनुगामी । जानि मोहि सिख देइअ स्वामी ॥२॥
एहिं समाज थल बूझब राउर । मौन मलिन मैं बोलब बाउर ॥
छोटे बदन कहउँ बड़ि बाता । छमब तात लखि बाम बिधाता ॥३॥
आगम निगम प्रसिद्ध पुराना । सेवाधरमु कठिन जगु जाना ॥
स्वामि धरम स्वारथहि बिरोधू । बैरु अंध प्रेमहि न प्रबोधू ॥४॥
(दोहा)
राखि राम रुख धरमु ब्रतु पराधीन मोहि जानि ।
सब कें संमत सर्ब हित करिअ पेमु पहिचानि ॥ २९३ ॥
વશિષ્ઠ અને રાજા જનક ભરતને મળે છે
(દોહરો)
પહોંચાડું આદેશ એ રઘુવરને તત્કાળ;
ભરત સુણી પુલકિત બન્યા, નયન વહી જળધાર.
ધૈર્ય ધરી બોલ્યા, પ્રિય પૂજ્ય પિતાસમ આપ;
કુળગુરુશા હિતકારક નથી માત ને બાપ.
કૌશિકાદિ મુનિઓ મળ્યા, આવ્યો સચિવ સમાજ,
જ્ઞાનસમુદ્ર સમા તમે ઉપસ્થિત રહ્યા આજ.
શિશુસેવક માની મને આજ્ઞા અનુગામી
આપો સુયોગ્ય હોય તે શીખ હવે સ્વામી !
આ સમાજ સ્થળમાં તમે પૂછો મને છતાં
મલિન મૌનથી ગાંડપણ ગણાય વધુ વદતાં.
નાના મોઢે વાત હું મોટી તોયે કહું,
વામ ગણી વિધિને કરો ક્ષમા, સપ્રેમ ચહું.
પ્રસિદ્ધ વેદપુરાણમાં, જગત વળી જાણે,
સેવાધર્મ કઠિન કહ્યો, મર્મીઓ માને.
વિરોધ સ્વામીધર્મમાં તેમજ સ્વાર્થમહીં,
વેર અંધ છે, પ્રેમને પ્રબોધ તેમ નહીં.
પરાધીન ગણતાં મને, રામમત તથા ધર્મ
વ્રતનો કરી વિચાર જે સર્વમાન્ય હો કર્મ
મંગલકારક કર્મ તે જાણી સૌનો પ્રેમ
કરો, સલાહ ધરો મને, કહ્યાં વચનને એમ.