Vasistha, Vishwamitra and Shatanand speak
By-Gujju01-05-2023
Vasistha, Vishwamitra and Shatanand speak
By Gujju01-05-2023
वशिष्ठ, विश्वामित्र और शतानंद का उपदेश
जे महिसुर दसरथ पुर बासी । जे मिथिलापति नगर निवासी ॥
हंस बंस गुर जनक पुरोधा । जिन्ह जग मगु परमारथु सोधा ॥१॥
लगे कहन उपदेस अनेका । सहित धरम नय बिरति बिबेका ॥
कौसिक कहि कहि कथा पुरानीं । समुझाई सब सभा सुबानीं ॥२॥
तब रघुनाथ कोसिकहि कहेऊ । नाथ कालि जल बिनु सबु रहेऊ ॥
मुनि कह उचित कहत रघुराई । गयउ बीति दिन पहर अढ़ाई ॥३॥
रिषि रुख लखि कह तेरहुतिराजू । इहाँ उचित नहिं असन अनाजू ॥
कहा भूप भल सबहि सोहाना । पाइ रजायसु चले नहाना ॥४॥
(दोहा)
तेहि अवसर फल फूल दल मूल अनेक प्रकार ।
लइ आए बनचर बिपुल भरि भरि काँवरि भार ॥ २७८ ॥
વશિષ્ઠ, વિશ્વામિત્ર અને શતાનંદનો ઉપદેશ
(દોહરો)
અવધ અને મિથિલામહીં રહેનારા દ્વિજ જે
શતાનંદ ઉદેપશતા શ્રેય પ્રેય પથને,
દેવા લાગ્યા ધર્મ ને નીતિ વિરતિ ઉપદેશ
ગુરુ વસિષ્ઠ પણ પ્રેમથી પરમજ્ઞાન સંદેશ.
વિશ્વામિત્રે સર્વને જૂની કથા કહી;
સુંદર વાણીને સુણી સૌએ શાંતિ લહી.
રામે વિશ્વામિત્રને સાદર પછી કહ્યું,
કાલે સૌએ શોકથી જળ પણ નથી ગ્રહ્યું.
ઇચ્છા વિશ્વામિત્રની જાણી જનક વદ્યા,
કરવું ભોજન ઉચિત ના આજે આ સ્થળમાં.
ઉત્તમ લાગી સર્વને મિથિલાપતિની વાણ;
આજ્ઞા પામી સૌ ગયાં કરવા માટે સ્નાન.
એ સમયે ફળફૂલદલ મૂળ અનેક પ્રકાર
લાવ્યા વનવાસી વિપુલ ભરતાં કાવડ ભાર.