વિનાશનો સંકેત
By-Gujju31-05-2023
વિનાશનો સંકેત
By Gujju31-05-2023
{slide=Ominous future}
After the successful completion of Rajsuy Yagna, Krishna left for Dwarika. Thereafter, Sage Vyas paid a visit to Yudhisthir’s place along with his disciples. Sage Vyas congratulated Yudhisthir on successful completion of Rajsuy yagna. Yudhisthir asked Sage Vyas whether the death of Shishupal meant end of troubles for Pandavas. Using his extraordinary powers, Sage Vyas revealed that troubling time was not over yet. He added that, coming times would be even more testing and that Yudhisthir would be primarily responsible those events.
Sage Vyas departed but his words left a deep impact on Yudhisthir’s mind. Yudhisthir became worried especially since his name was mentioned by Sage Vyas as a probable cause of the trouble. Yudhisthir thereafter decided to rule very carefully and to overlook any reasons for confrontation. In spite of his watchfulness, various events took shape that gave rise to a war that became historic on all counts. Nobody can overrule destiny.
પરમાત્માના પરમકૃપાપાત્ર પરમાત્માદર્શી મહાપુરૂષોની શક્તિ અનંત હોય છે. તે શક્તિને લીધે તેમને ભૂતભાવિના પડદા ખોલવાનું શક્ય હોય છે. તે શક્તિનું દિગ્દર્શન તે કરાવે કે ના કરાવે તે તેમની સ્વેચ્છા પર નિર્ભર હોય છે, પરંતુ તેમની અંદર અસાધારણ શક્તિ હોય છે એમાં શંકા નથી. એનો અનુભવ કોઈક ધન્ય ક્ષણે થતો હોય છે.
મહર્ષિ વ્યાસની શક્તિ એવી અલૌકિક હતી એની પ્રતીતિ મહાભારતના ઘટનાચક્ર પરથી સહેલાઈથી થઈ રહે છે.
રાજસૂય યજ્ઞની સુખદ પરિસમાપ્તિ પછી શ્રીકૃષ્ણે દ્વારકા માટે પ્રસ્થાન કર્યું.
દુર્યોધન અને શકુનિ બંને સ્વેચ્છાથી દિવ્યસભામાં રહ્યા.
એ સુવર્ણ સમય દરમ્યાન એક શિષ્યમંડળથી ઘેરાયેલા મહર્ષિ વ્યાસ યુધિષ્ઠિર પાસે આવી પહોંચ્યા.
યુધિષ્ઠિરે એમને આવતા જોઈને આસન પરથી ઊભા થઈને એમનું સામે જઈને સ્નેહસહિત સ્વાગત તથા પૂજન કર્યું.
મહર્ષિ વ્યાસે રાજસૂય યજ્ઞના સફળ અનુષ્ઠાન માટે યુધિષ્ઠિરને આત્મિક અભિનંદન આપ્યાં અને થોડાક સમય પછી એમની વિદાય માગી એટલે યુધિષ્ઠિરે એમને પૂછયું કે ચેદિરાજ શિશુપાલના મરણથી સઘળા ઉત્પાતો શાંત થયા છે ને ?
મહર્ષિ વ્યાસે એમની જીજ્ઞાસાના જવાબમાં જણાવ્યું કે ઉત્પાતોની અસામાન્ય અસર તેર વરસ સુધી પહોંચે છે. તેથી તે શાંત નહિ થાય. કટોકટીનો કપરો કાળ તો હજુ હવે આવી રહયો છે. એના પરિણામે સર્વે ક્ષત્રિયો નાશ પામશે. તું તેને માટે નિમિત્ત બનશે. તને એકને કારણરૂપ કરીને સૃષ્ટિભરના ક્ષત્રિયો કાળથી પ્રેરાઈને ભયંકર સંગ્રામ માટે એકઠા થશે. દુર્યોધનના દોષથી તેમજ ભીમ અને અર્જૂનની સર્વતોમુખી સર્વસંહારક સંયુક્ત શક્તિથી તે સૌ પરસ્પર લડીને નાશ પામશે. એ ભવિતવ્ય છે અને એમાં કોઈ પ્રકારે ફેર નહિ પડે. કાળને કોઈયે પ્રકારે કોઈનાથી પણ હઠાવી નહિ શકાય. હું હવે કૈલાશ તરફ પ્રયાણ કરીશ. તું જીતેન્દ્રિય, સાવધ, શાંત, સદબુદ્ધિથી સંપન્ન બનીને પૃથ્વીનું પાલન કરજે.
મહર્ષિ વ્યાસ એવું કહીને પોતાના શિષ્યો સાથે ત્યાંથી વિદાય થયા.
યુધિષ્ઠિર ચિંતા તથા શોકમાં પડીને વિચારવા લાગયા કે દૈવને પુરૂષાર્થથી કેવી રીતે અટકાવી કે પલટાવી શકાય ? મહર્ષિ વ્યાસનું ભવિષ્યકથન ખોટું નહિ થાય. બીજાના નાશ માટે મારે નિમિત્ત બનવાનું થાય એના કરતા મારું શરીર શાંત થાય તે જ બરાબર છે.
અર્જૂને એમને આશ્વાસન આપ્યું.
યુધિષ્ઠિરે જાગૃતિપૂર્વક જીવવાનો, કોઈનો વિરોધ ના કરવાનો, અને ભેદભાવ કે વિગ્રહના કારણને પેદા ના થવાનો સંકલ્પ કર્યો. નાના કે મોટા સંઘર્ષનું નિમિત્ત ના બનવાનો નિર્ણય કર્યો. પરંતુ ઘટનાચક્ર જુદી રીતે આગળ વધ્યું. એણે બતાવ્યું કે જે થવાનું હોય તે થાય જ છે. એની આગળ કોઈનું કશું નથી ચાલતું. માનવ એને પલટાવવાનો પ્રયત્ન કરે છે, કરી શકે છે, પરંતુ થાય છે તો તે પ્રમાણે જ.