દિવાળી માટે 10 મિનિટમાં બનતી રંગોળીની 10 ડિઝાઇનો
By-Gujju18-10-2023
દિવાળી માટે 10 મિનિટમાં બનતી રંગોળીની 10 ડિઝાઇનો
By Gujju18-10-2023
દિવાળીનો તહેવાર આવતા ની સાથે જ ઘરની સાફ-સફાઈ અને સજાવટ શરૂ થઈ જાય છે. જ્યારે વાત ઘર સજાવટની આવે છે ત્યારે રંગોળી નો ખ્યાલ સૌથી પહેલા . . આવે છે. પરંતુ રંગોળી બનાવવી એ એક કળા છે અને આ કળામાં દરેક જણ નીપૂણૅ હોતા નથી. આ સ્થિતિમાં જો તમે પણ રંગોળી બનાવવાની સરળ ડિઝાઇન શોધી રહ્યા છો તો તમારે આ 10 ડિઝાઇનો જરૂર જોવી જોઈએ.
1. ચોકની રંગોળી
ભારતમાં ચોકની રંગોળી બનાવવી સૌથી પ્રાચીન રીત માનવામાં આવે છે. આ પ્રકારની રંગોળી બનાવવી ખૂબજ સરળ હોય છે. આ રંગોળીને ઘઉંના પીસેલા લોટથી બનાવવમાં આવે છે.
2. ટપકા વાળી રંગોળી
જો તમે રંગોળી બનાવવમાં નિષ્ણાંત નથી તો તમે ટપકા વાળી રંગોળી બનાવવાની તમારી ઈચ્છા પૂરી કરી શકો છો. આ રંગોળીમાં તમારે પેહલા ટપકા બનાવવાના હોય છે અને પછી લાઈન બનાવી તેને જોડી શકો છો. આ રીતે તમે અલગ અલગ આકારની રંગોળી બનાવી શકો છો. આ રંગોળી બનાવવી ખૂબજ સરળ છે.
3. ફ્રી હેન્ડ રંગોળી
જો તમારી કળા સારી છે તો તમે જે રીતે કેનવાસ પર રંગોના માધ્યમથી કોઈ ચિત્ર દોરો છો, તેવીજ રીતે જમીન પર તમે તમારી પસંદ મુજબ રંગોળીની ડિઝાઇન બનાવી શકો છો. આ પ્રકારની રંગોળીમાં રેતીને રંગ કરી ઉપયોગ કરી શકાય છે.
4. ફૂલની રંગોળી
ફૂલની રંગોળી બનાવવી ખૂબજ સરળ છે. તેના માટે તમે ઘઉંના લોટની મદદથી પેહલા જમીન પર એક સ્લોટ દોરો. પછી અલગ અલગ ફૂલોની મદદથી તમે આ અંતરને ભરી લો. તમારી સુંદર રંગોળી બનીને તૈયાર થઇ જશે.
5. અલ્પના
દિવાળીના દિવસે લક્ષ્મી પૂજા દરમિયાન જે રંગોળી બનાવવામાં આવે છે તેને અલ્પના કેહવાય છે. આ રંગોળીને ચોખાના લોટ અને પાણીની પેસ્ટથી બનાવવામાં આવે છે. તેવી માન્યતા છે કે આ રંગોળીને બનાવતી વખતે ફક્ત ત્રણ આંગળીઓનો જ ઉપયોગ કરવો જોઈએ. તેમ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
6. લાકડાની રંગોળી
સામાન્ય રીતે તો તમે લાકડાના છોલને રંગ કરીને પણ રંગોળી તૈયાર કરી શકો છો. પરંતુ જો તમારી પાસે વધારે સમય નથી તો તમે બજારમાં મળતી લાકડાની બનેલી ડિઝાઇનર રંગોળીથી પણ તમારા ઘરને સજાવી શકો છો. તમને બજારમાં લાકડાની બનેલી રંગોળીની ઘણી ડિઝાઇન મળી જશે, તમે તમારી મનપસંદ રંગોળી ખરીદી શકો છો.
7. પાણી વાળી રંગોળી
જરૂરી નથી કે તમે રંગોળી જમીન પર જ બનાવો, તમે પાણીમાં પણ રંગબેરંગી ફૂલ, પાન અને દીવાની મદદથી રંગોળી બનાવી શકો છો. તેના માટે તમારે એક મોટા અને ઊંડા માટીના વાસણની જરૂર પડશે.
8. ગ્લાસ રંગોળી
તમને બજારમાં તૈયાર ગ્લાસની રંગોળી મળી જશે. પંરતુ તમે તેને ઘરના ગ્લાસના ટુકડા પર પણ બનાવી શકો છો. તેના માટે વોટર કલરનો ઉપયોગ કરી શકો છો અને સાથે ડિઝાઈનર મણકા, કુંદન અને ગોટીનો ઉપયોગ કરી શકો છો.
9. સંસ્કાર રંગોળી
રંગોળીની આ પેટન પણ ઘણી જૂની છે અને તેની સાથે ધાર્મિક મહત્વ જોડાયેલું છે. આ રંગોળીમાં ઘણા ગોળા બનાવવામાં આવે છે અને દરેક ગોળાને જીવનના અલગ અલગ સંસ્કારો સાથે જોડવામાં આવે છે. આ રંગોળી દિવાળીના તહેવાર પર બનાવવી ખૂબજ શુભ છે.
10. મીણબત્તીની રંગોળી
જો તમે કંઈક નવીન કરવા માંગો છો તો તમે આ દિવાળીના તેહવાર પર મીણબત્તીની રંગોળી બનાવો. તે ખૂબ જ સરળ અને માત્ર 10 મિનિટમાં જ બનીને તૈયાર થઇ જશે. તેના માટે તમારે ડિઝાઇન વાળી મીણબત્તી અને ફૂલની જરૂર પડશે. તેની મદદથી તમે તમારી મનપસંદ રંગોળી બનાવી શકો છો.