Saturday, 27 July, 2024

15 મી ઓગષ્ટ

119 Views
Share :
15 મી ઓગષ્ટ

15 મી ઓગષ્ટ

119 Views

૧૯૪૭ ની ૧૫ મી ઓગષ્ટ એટલે સ્વતંત્ર દિન કહેવામા આવે છે. ૧૫ ઓગષ્ટ એ ભારતનો રસ્ટ્રીય તહેવાર કહેવાય છે. આ દિવસ થી ભારતમાં બ્રિટીસરો ની સતાનો અંત આવ્યો આ પર્વ આજાદી ના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામી માથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી
તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આમ આ દિવસે સમગ્ર ભારત ની દરેક જાહેર સંસ્થાપર તેમજ રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો દ્વારા ધ્વજ વંદનનું આયોજન કરવામાં આવેછે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે. જેમાં આ ૧૫ મી ઓગષ્ટ ના રોજ(સ્વતંત્રદિવસ) નિયમ મુજબ લાલ કિલ્લા પર ભારતના વડાપ્રધાન રાસ્ટ્રધ્વજ ફરકાવે છે. આ દિવસે વડાપ્રધાન શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનિઓને યાદ કરે છે. તેમજ ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે.

ભારત દેશ આજાદી નું જસ્ન દર વર્ષે મનાવે છે. તેમાં આપણાં સ્વતંત્ર ભારત ના ઘડવૈયા ઑ એ ૧૫ ઓગષ્ટ શા માટે પસંદ કરી ..

ભારતમાં આઝાદીનો જશ્ન 15મી ઑગસ્ટના રોજ મનાવાય છે. સ્વતંત્રતા દિવસ (Indian Independence Day) 15મી ઑગસ્ટ 1947ના રોજ અંગ્રેજોએ દેશની કમાન ભારતીયોને સોંપી દેશને સ્વતંત્ર જાહેર કર્યો હતો પરંતુ તમને ખબર છે કે ભારતની આઝાદી માટે કેમ આ જ દિવસ પસંદ કરાયો હતો. તો ચાલો આપણે તે વાત જાણીએ. લોર્ડ માઉન્ટબેટનને 30મી જૂન 1948 સુધીમાં ભારતની સત્તા ભારતીય લોકોને સોપી દેવાનો હુકમ કર્યો હતો. લોર્ડમાઉન્ટ બેટનને ભારતના છેલ્લા વાયસરોય તરીકે નિમણૂક કરાયા હતા. આમ તેમણે ભારતની આઝાદી માટે 15મી ઑગસ્ટની તારીખ પસંદ કરી હતી.

હવે આપણે બીજા કેટલાક ઇતિહાસ કરો નું માનવું છે કે ભારત નીજાદી સી.રાજગોપાલચારીના મંતવ્ય પર માઉન્ટબેટને ભારતની આઝાદી માટે 15 ઑગસ્ટની તારીખ પસંદ કરી. તેઓએ લૉર્ડ માઉન્ટબેટનને કહ્યું હતું કે જો 30મી જૂન 1948 સુધી રાહ જોવામાં આવી તો કોઇ સત્તા બચશે નહી. એવામાં માઉન્ટબેટને 15 ઑગસ્ટના રોજ ભારતની સ્વતંત્રતા માટે પસંદ કર્યો. ત્યારબાદ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ બિલ 4 જુલાઇ 1947ના રોજ રજૂ કરાયું. આ બિલમાં ભારતના ભાગલા અને પાકિસ્તાનને બાનાવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. આ બિલ 18 જુલાઇ,1947ના રોજ સ્વીકારાયું હતું અને 14 ઑગસ્ટના રોજ ભાગલા બાદ 15 ઑગસ્ટ 1947ના રોજ અડધી રાત્રે ભારતની આઝાદીની જાહેરાત કરાઈ. આમ ભારત ના બે ભાગલા પાડી ૧૫ મી ઓગષ્ટ ના રોજ દેશને આજાદ જાહેર કર્યો. જેમાં પાકિસ્તાન પોતાનો સ્વતંત્ર દિવશ ૧૪ મી ઓગષ્ટ ના રોજ ઉજવેશે.

કેટલાંક ઇતિહાસકારોનું માનવું છે કે 15 ઑગસ્ટનારોજ આઝાદીનો દિવસ પસંદ કરવાનો માઉન્ટબેટનનો ખાનગી નિર્ણય હતો. માઉન્ટબેટન લોકોને કહેવા માંગતા હતા કે બધું તેમના જ કંટ્રોલ માં છે.તેઓ 15મી ઑગસ્ટની તારીખને શુભ માનતા હતા આથી તેમણે ભારતની આઝાદી માટે આ તારીખ પસંદ કરી. 15મી ઑગસ્ટનો દિવસ માઉન્ટબેટનના હિસાબથી શુભ હતો કારણ કે બીજા વિશ્વયુદ્ધ સમયે 15 ઑગસ્ટ, 1945ના રોજ જાપાની આર્મીએ આત્મસમર્પણ કર્યું હતું અને એ સમયે લોર્ડ માઉન્ટબેટન અલાઇડ ફોર્સીસના કમાન્ડર હતા.આથી તેઓએ આ તારીખ પસંદ કરેલ છે.

૧૫ મી ઓગષ્ટ ના દિવસે બધી શાળાઓ , ઓફીસોમાં સરકારી રજા હોય છે રસ્તાઓ પર અઝાદીની રેલીઓ કાઢે છે. શાળાઓમાં ધ્વજવંદન થાય છે અને બાળકોને જુદી જુદી મીઠાઇ વહેચી આ રસ્ટ્રીય પર્વને દેશ માં ધામ ધૂમ થી ઉજવે છે.

આ દિવસ આજદિનો દિવસ હોય જેથી આ દિવસે દિલ્લીના લાલ કિલ્લા પર રાસ્ટ્રધ્વજ ભારત ના વડાપ્રધાન ફરકાવે છે.

૧૫ મી ઓગષ્ટ એ ભારત દેશના ઇતીહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે ભારત દેશ ખરા અર્થમાં સ્વતન્ત્ર બન્યું હતું

મહાત્મા ગાંધી અને હજારો સ્વતંત્ર સેનાનીઓ જેમણે સ્વાતંત્ર્ય માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કર્યુ હતુ તેમનુ સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વ્પ્ન ફળીભુત થતુ જોયુ. આથી ૧૫ મી ઓગષ્ટ એ રાષ્ટ્રીય રજા ગણાય છે. ભારતની રાજધાની દીલ્હીમાં આ ઉજવણી વડાપ્રધાનના રાષ્ટ્ર માટેના ઉદ્‌બોધનથી શરુ થાય છે. દેશ માટે આપેલ વિરજવાનોનું બલિદાન યાદ કરે છે. જેમાં ગાંધીજી, સરદાર,ભગતસિહ, સાવરકર, ચંદ્રશેખર આજાદ, રાજ્યગુરુ, શુખદેવ, શુભાષચન્દ્રબોજ, ખુદીરામબોજ, મંગળપાંડે, તાતીયાંટોપે, નહેરુ વગેરે શહીદોને યાદ કરી આ દિવસે ભારત દેશ આ સપૂતોનું ઋણ અદા કરે છે.

૧૯૪૭ ની ૧૫ મી ઓગષ્ટ એટલે સ્વતંત્ર દિન, ( Independence Day) કહેવામા આવે છે. આ ભારત નો રાસ્ટ્રીય તહેવાર કહેવાય છે. આ દિવસે આપણાં દેશ માથી બ્રિટીસરો એ પોતાનું સામ્રાજ્ય પુર્ણ કરી ભારત ના હાથમાં દેશની સતા આપી તેથી આ દિવશ ભારત માં સ્વતંત્ર દિન તરીકે ઉજવવામાં આવે છે.

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે લાહોરમાં યોજાયેલ અધિવેશનમાં ૨૬ જાન્યુઆરી ૧૯૨૯માં “પૂર્ણ સ્વરાજ” (એટલે કે તે દિવસથી જ સ્વાતંત્ર્યનો સંકલ્પ સેવ્યો હતો) તે વખતે એવું નક્કી પણ થયું હતું કે ભારત જયારે ખરેખર આઝાદ થશે ત્યારે ૨૬ જાન્યુઆરીની તારીખ સ્વાતંત્ર્ય દિન તરીકે રાખીશું. તો પછી ૧૫ મી ઓગષ્ટ ભારતનો સ્વતંત્રતા દિવસ કેવી રીતે બન્યો?

૧૫ મી તારીખ શા માટે …..

બીજું વિશ્વ યુદ્ધ ૧૯૪૫માં સમાપ્ત થયું જેમાં બ્રિટનને આર્થિક રીતે જંગી ફટકો પહોંચેલો ચૂંટણીમાં લેબર પાર્ટીનો વિજય થયો હતો. તેઓ સત્તા પર આવશે તો વારાફરતી જે દેશો કે કોલોની પર હુકુમત કરે છે તે ત્યજી દેશે.”(જે દેશ પરપોતાનું સામ્રાજ્ય છે તેવા) દેશોને પોતાની હૂકુમત માથી મુક્ત કરશે . તેવી જાહેરાત કરેલી હતી. આ જાહેરાત થી તેઓએ પોતાની સતામાંથી દેશોને મુક્ત કરવ માટે લેબર પાર્ટીએ ભારત અને પાકિસ્તાનના ભાગલાની ફોર્મ્યુલા સાથે લોર્ડ વાવેલને ભારત મોકલ્યા. તેમણે આ પ્રસ્તાવ એવીરીતે રજૂ કર્યો કે ભારત માં હિંસા ભડકી ઉઠી. લોર્ડ વાવેલની નિષ્ફળતા પારખી જતા બ્રિટીસરો એ તેમને પરત બોલાવીને લેબર પાર્ટીએ લોર્ડ માઉન્ટબેટનને ભારત મોકલ્યા

૩૦ જૂન, ૧૯૪૮ સુધીમાં ભારત અને પાકિસ્તાનનું બે દેશોમાં વિભાજન કરી બ્રિટનના શાસનમાંથી મુક્ત કરવાનું ભગીરથ કામ આ ડેડલાઈન સાથે તેમને સોંપાયું હતું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *